Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

જૂનાગઢ પાસે બોલેરોમાં બે બળદ લઇ જવાતા પકડાયા

કતલખાને જઇ રહેલા બે શખ્‍સોની ધરપકડ

(વિનુ જોશી) જૂનાગઢ તા. ૨૯ : જૂનાગઢ પાસેથી પોલીસે બે બળદને કતલખાને લઇ જતા પકડી પાડયા હોવાનું જાણવા મળેલ છે.

જૂનાગઢના પ્રવિણભાઇ રમેશભાઇ પટેલ નામના ગૌભકતે પશુની વાહનમાં હેરાફેરી થતી હોવાની માહિતી આપતા તાલુકા પીએસઆઇ પી.વી.ધોળકીયા સહિતના પોલીસ સ્‍ટાફે વોચ ગોઠવી હતી.

મોડી રાત્રે ઝાંઝરડા ચોકડી પાસે જીજે૧૧ટીટી-૪૮૭૩ નંબરના બોલેરોમાં ઠાંસીને બે ૧૩ થી ૧૪ વર્ષના બળદ લઇ જવાતા પકડી પાડયા હતા.

આ બારામાં પોલીસે મજેવડીના અશોક દુલાભાઇ સોલંકી અને ધીરૂ ભુરાભાઇ ચાવડાની ધરપકડ કરી વાહન અને બળદ કબ્‍જે કર્યા હતા

(2:02 pm IST)