Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

ચકચારી બિચ્‍છુ ગેંગ રાજકોટ ખાસ અદાલતમાં રજુઃ છ દિ'ના રીમાન્‍ડ

એસ.પી.પાંડેના માર્ગદર્શન હેઠળ સીટ ટીમની તપાસ

ખંભાળીયા, તા., ર૯:  મીઠાપુર પંથકમાં વર્ષોથી ખંડણી તથા ગેરકાયદે ઉઘરાણી કરી કોન્‍ટ્રાકટરોને પરેશાન કરનાર બિચ્‍છુ ગેંગના તમામ ૧૧ સદસ્‍યોને દ્વારકા જિ.પો.વડા નીતેશકુમાર પાંડેના માર્ગદર્શનમાં પોલીસ દ્વારા પકડાયેલા.

આ પ્રકરણમાં સીટની નિયુકતી થઇ હતી. જેના તપાસનીસ વડા તરીકે ડીવાયએસપી હિરેન્‍દ્ર ચૌધરી  હતા. ગઇકાલે ચૌધરી મીઠાપુર પો.ઇ.જી.આર.ગઢવી, એલસીબી પો.સ.ઇ. ગળચર તથા ડીવાયએસપી સ્‍કવોડા મીઠાપુર પોલીસ તથા એલસીબી પોલીસ દ્વારા પકડાયેલા તમામ આરોપીઓ લાભુભા સાજાભા સુંતણીયા, માનસંભા ઘાંઘાભા માણેક જગદીશ અનુભા, નથુભા સાજાભા વિ.૧૧ ને ગુજસીટોકની સૌરાષ્‍ટ્ર વિભાગની ખાસ કોર્ટે જે સમગ્ર સૌરાષ્‍ટ્રમાં રાજકોટમાં જ આવેલી છે તથા ગુજરાત રાજયમાં માત્ર ચાર છે. ત્‍યાં ડીવાયએસપી ચૌધરી, પો.ઇ. ગઢવી તથા પો.સ.ઇ. ગરચરે રજુ કર્યા હતા તથા રીમાન્‍ડ માંગી હતી. જેમાં વિદ્વાન ન્‍યાયધીશ સમક્ષ લાંબો સમય ગયા પછી છ દિવસની એટલે કે તા.ર-૭-૧૧ સુધીની રિમાન્‍ડ મંજુર થઇ છે.

તપાસનો દોર શરૂ

આ બિચ્‍છુ ગેંગ વર્ષોથી ધાકધમકીથી ખંડણી ઉઘરાવી વેપારીઓને તથા કોન્‍ટ્રાકટરોને પરેશાન કરતા હોય તેમણે કયાં કયાં ગુના કર્યા છે?  તે અંગે તથા હજુ ગુના કર્યા હોય તથા ભયથી ફરીયાદ ના થઇ હોય તો તે અંગે તપાસ કરવામાં આવશે તથા આ તમામના રહેણાંક વિસ્‍તારોમાં પણ તપાસ કરવામાં આવશે. જેથી ગુજસીટોકનો કેસ મજબુત બને.

 દ્વારકા જીલ્લામાં પ્રથમ વખત થયેલ આ ગુજસી ટોકનો કેસ દાખલ  કરવામાં રાજય પોલીસને જીલ્લા પોલીસ વડા નીતેશ પાંડેની રજુઆત કારણરૂપ છે. જેમણે સમગ્ર કેસનો ઉંડો અભ્‍યાસ કરી પોલીસના ઉચ્‍ચ અધિકારીઓની પરવાનગી મેળવી આ કેસ દાખલ કરેલ તથા જામનગર ગુજસીટોક કેસમાં પણ તેમને શ્રેષ્‍ઠ કામગીરી બદલ બે-બે વખત એવોર્ડ પણ મળેલ છે.

(4:37 pm IST)