Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

જેતલસરમાં જૂગારના હાટડા ઉપર એલસીબીનો દરોડોઃ રર.૯ર લાખના મુદામાલ સાથે ૭ પકડાયા

દિનેશ ભુવા તેની વાડીમાં જૂગાર રમાડતો'તોઃ ૧.ર૬ લાખ રોકડા અને બાઇક તથા કાર સહિતના વાહનો કબ્‍જે

તસ્‍વીરમાં જુગાર રમતા પકડાયેલ શખ્‍સો નજરે પડે છે. (તસ્‍વીર : કેતન ઓઝા -જેતપુર)

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ર૯ :.. તાલુકાના જેતલસર ગામે જૂગારના હાટડા ઉપર એલસીબીએ રેડ કરી ૭ શખ્‍સોને રૂા. રર.૯ર લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતાં.

જુગારની બદી ડામવા એસ. પી. જયપાલસિંહ રાઠોડની સુચના અન્‍વયે એલસીબી પી. આઇ. વી. વી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ. જે. રાણા સ્‍ટાફના નીલેશભાઇ ડાંગર, દિવ્‍યેશભાઇ સુવા, શકિતસિંહ જાડેજા, અનિલભાઇ ગુજરાતી, પ્રહલાદસિંહ રાઠોડ, પ્રકાશભાઇ પરમારને સાથે રાખી નાઇટ પેટ્રોલીંગમાં નીકળેલ ને દરમ્‍યાન ચોકકસ બાતમી મળેલ કે જેતલસર બસ સ્‍ટેન્‍ડ પાસે રહેતો દિનેશ ભુવા પોતાની વાડીના મકાન માં જૂગારનો અખાડો ચલાવતો હતો જે આધારે રેડ કરતા જૂગાર રમતા રસીક નારણભાઇ બાબરીયા, રાજેશ આંબાભાઇ ડોબરીયા (રહે. બન્ને જેતલસર ચોરા પાસે) જય અશ્વિનભાઇ રાવલ, (રહે. ક્રિષ્‍ના પાર્ક, ઉપલેટા), વિપુલ વલ્લભભાઇ કંટેરીયા (રહે. પટેલ પાર્ક, ઉપલેટા), ડાડુ પીઠાભાઇ ગોજીયા (રહે. યાદવનગર જામનગર) ગોવિંદ મેરામણભાઇ ચાવડા (રહે. બેરાજા દ્વારકા) તથા વાડી માલીક દિનેશ કેશવજીભાઇ ભુવાને રોકડા રૂા. ૧,ર૬,ર૦૦ મોબાઇલ ફોન નં. ૮ કિ. ૯૧,૦૦૦ તથા ત્રણ બાઇક તેમજ ફોચ્‍યુનર કાર મળી કુલ રૂા. ર૦,૭પ,૦૦૦ મળી કુલ રૂા. રર,૯ર,ર૦૦ ના મુદામાલ સાથે સાતે શખ્‍સોને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી માટે તાલુકા પોલીસને સોંપી આપેલ છે. 

 

(2:07 pm IST)