Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

જૂનાગઢમાં ફલેગ માર્ચ

જૂનાગઢઃ શહેરમાં જગન્નાથજી ની રથયાત્રા યોજાનાર હોઈ તેમજ મહાનુભાવ પધારનાર હોઈ, રથયાત્રા શાંતિથી પસાર થાય, તે માટે જૂનાગઢ રેંજના ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેર્ટ્ટીંના માર્ગદર્શન હેઠળ સમગ્ર વિસ્‍તારમાં બંદોબસ્‍ત ગોઠવવામાં આવેલ છે. જેના અનુસંધાને આજરોજ જૂનાગઢ ફ્‌લેગ માર્ચ યોજવામાં આવેલ હતો. ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, એ/બી ડિવિઝન પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સ. એન.આર.પટેલ, પીએસઆઈ બી.કે.ચાવડા, સી ડિવિઝન પોલીસ સ્‍ટેશનના પીએસઆઈ જે.જે ગઢવી, ભવનાથ પોલીસ સ્‍ટેશન ના પીએસઆઈ એમ.સી ચુડાસમા, ક્રાઇમ બ્રાન્‍ચના પીઆઈ હરેન્‍દ્રસિંહ ભાટી, પીએસઆઈ ડી.જી. બડવા, સહિતના આશરે ૦૧ ડીવાયએસપી, ૦૨ પીઆઈ, ૦૫ પીએસઆઈ, ૮૦ પોલીસ, બે પ્‍લાટૂન એસઆરપી, સહિત ૨૦૦ પોલીસ માણસો જોડાયા હતા.

(2:08 pm IST)