Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

જૂનાગઢમાં સોશ્‍યલ મીડીયામાં બદનામ કરનારા ઝડપાયા

જૂનાગઢ,તા. ૨૯ : સાયબલ પો.સ્‍ટે. જૂનાગઢ રેન્‍જ જૂનાગઢના ગુર.નં. ૧૧૮૩૨૦૦૧૨૧૦૦૫૨/૨૦૨૧ આઇ.પી.સી. કલમ ૫૦૧, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ આઇ.ટી.એકટ કલમ ૬૭ મુજબના કામોનો ગુન્‍હો જાહેર થયેલ હતો. સદરહું ગુન્‍હાના કામે બનાવની હકિકત એવી છે કે આ કામના ફરીયાદી વિરૂધ્‍ધ આ કામના આરોપી  Heena Goswami Bhskta એ પોતે વીડીયો બનાવી પોતાના ફેસબુકમાં શેર કરેલ હોય અને વીડીયોમાં ધમકીઓ આપતા  હોય તેમજ આ કામના અન્‍ય આરોપીઓએ સદરહું વીડીયોમાં ખરાબ કોમેન્‍ટો કરી વીડીયો શેર કરી ગુન્‍હામાં એક બીજાને મદદગારી કરેલ હતી.

આ કામે જૂનાગઢ રેન્‍જના રીડર પો.ઇન્‍સ. કે.કે.ઝાલાના માર્ગદર્શન હેઠળ સદરહું ગુન્‍હાની તપાસ પો.ઇન્‍સ. આર.વી.વાજા સાયબલ પોલીસ સ્‍ટેશન જૂનાગઢ રેન્‍જ નાઓ ચલાવતા હોય અને સદરહું ગુન્‍હાની તપાસ કરી આ કામે વીડીયોમાં કોમેન્‍ટ કરના તથા શેર કરનાર (૧) રઘુવીરસિંહ ધરમસિંહ પાડવી જાતે હન્‍દિુ ભીલ (ઉવ.૪૮) ધંધો ખેતી રહે. ભસાગબારા દરબાર ફળીયુ સરકારી દવાખાનાની સામે જી.નર્મદા  (૨) સાગર વિજયભાઇ વસાવા જાતે હિન્‍દુ ભીલ (ઉવ. ૩૧) ધંધો પ્રા.નોકરી રહે બી. ૨૬ અયોધ્‍યા નગરી જાડેશ્વર રોડ ભરૂચ તા.જી.ભરૂચ (૩) નીતીનકુમાર અમરસિંહ પાડવી જાતે હિન્‍દુ ભીલ (ઉવે ૩૪) ધંધો. પ્રા.નોકરી રહે.મુ. સાગબારા તળાવ ફળીયુ જી.નર્મદા હાલ રહે. સુરત ૨૨ શાંલ નગર સોસાયટી દેવતગામ સુરતનાઓને અટક કરવામાં આવેલ છે.

સાયબર પો.સ્‍ટે.ના પો.ઇન્‍સ. આર.વી.વાજા તથા વાયરલેશ પો.સબ.ઇન્‍સ. એ.બી.નંદાણીયા, એ.એસ.આઇ જે.પી.મેતા, તથા પો. હેડ કોન્‍સ. દિપકભાઇ લાડવા, કિરણભાઇ કરમટા, તથા પો.કોન્‍સ. અરવિંદભાઇ વાવેચા વિગેરે નાઓના ટીમ વર્કશ દ્વારા કામગીરી કરવામાં આવેલ છે.

(2:09 pm IST)