Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

જસદણના લીલાપુર ગામની સીમમાં હત્યાના ગુનામાં પકડાયેલ દંપતિનો નિર્દોષ–છુટકારો

રાજકોટ તા.૨૯: ખુનના ગુના સબબ જસદણ પો.સ્ટેમા તા.૧૩/૧૦/૨૦૧૯ના રોજ ભારતીય દંડ સંહીતાની કલમ ૩૦૨, ૩૨૬, ૧૧૪ તેમજ જી.પી.એકટની કલમ ૧૩૫ વિગેરે મુજબની ફરિયાદ નોંધવામાં આવેલ હતી અને જે સબબ પોલીસ દ્વારા આરોપીની પતિ પત્નિની ધરપકડ કરવામાં આવેલ હતી અને ચાર્જશીટ કરવામાં આવેલ હતું અને આ કામની ટ્રાયલ ચાલી જતા આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ રાજકોટની સેસન્સ કોર્ટ દ્વારા ફરમાવવામા આવેલ હતો.

આ કેસની ફરિયાદમાં જણાવ્યા મુજબની ટુકમા હકીકત એવી છે કે, આ કામના ફરિયાદી પ્રવિણભાઇ કલ્યાણભાઇ રામાની પોતાની માલીકીની જમીન વાવવામા માટે છેલ્લા ત્રણ વર્ષથી લોટીકલોટીયો બહાદુરભાઇ ડાવોર તેમજ તેની પત્નિ ભાનુબેનને આપેલ  હતી. જેથી બનાવના દીવસે આ બંને લોકોને ખેતી કામ સબબની જરૃરી ટેલીફોનીક સુચન આપી ફરિયાદી તેમના ઘરે આવેલ મહેમાનો લઇને બોઘરાવદર મુકામે ખોડીયાર માતાજીના મંદિરે દર્શન કરવા ગયેલા હતા અને ત્યાથી તેઓ પરત આવતા હોય તે સમયે ફરિયાદીને ટેલીફોનિક જાણ થયેલ હતી કે ફરિયાદીના ભાગીયા લોટી અને તેની પત્નિ ભાનુબેનને લોટીના ભાઇ દિનેશ સાથે કામ કરવા સબબ બોલાચાલી થયેલ હતી અને લોટીના ભાઇ દનેશને લાગેલ છે જેથી આ કામના ફરિયાદી ગામના સરપંચ સાથે તેમની વાડીએ ગયેલ હતા તે સમયે લોટી અને ભાનુબેન બંને વાડીએ હાજર હતા દીનેશને કોઇ તીક્ષ્ણ હથીયાર વડે ગળા અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોચાડેલ હોય અને ખૂબ જ લોહી નીકળે છે તેમજ કાઇ બોલતો ચાલતો ન હોય જેથી દિનેશને રીક્ષામાં બેસાડી જસદણ મુકામે સરકારી દવાખાને લઇ ગયેલ હતા જયા ડોકટર દ્વારા દીનેશભાઇની તપાસ કરતા તેઓ મરણ ગયેલાનું જણાવેલ હતું. જેથી આ કામના આરોપીઓની અટક કરી જસદણના જયુ. મેજી સમક્ષ રજુ કરેલ હોય અને ત્યારબાદ બંને આરોપીઓને જયુડીસ્યલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ ફરમાવેલ હતો. ઉપરોકત કામમાં પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ અને તેઓ વિરુધ્ધ ચાર્જશીટ ફાઇલ કરલ હતું

ઉપરોકત તમામ હકીકતો તેમજ દલીલો ધ્યાને લઇ રાજકોટના મ. એડીસનલ સેસન્સ જજ એવા મંતવ્ય ઉપર આવેલ કે ફરિયાદ પક્ષ પોતાનો કેસ નિઃશંકપણે સાબીત કરી શકેલ ન હોય આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ ફરમાવેલ છે. આ કામે બંને આરોપીઓ વતી રાજકોટના એડવોકેટશ્રી રણજીત એમ.પટગીર તથા સાહિસ્તા એસ.ખોખર, રોકાયેલ હતા.

(2:13 pm IST)