Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

વિસાવદરના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડિયાનો જાહેરમંચનો વીડિયો આવ્યો સામે, ભાજપમાં જોડાવવાની વાતોને ગણાવી અફવા

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.29 : વિસાવદર-ભેસાણ વિસ્તારના કોંગ્રેસના ધૂંઆધાર ધારાસભ્ય શ્રી હર્ષદભાઇ રિબડીયાનો કહેવાતા બિલખાનાં ભલગામ ખાતેનો એક જાહેર મંચનો એક વિડીયો બહાર આવ્યો છે.

આ વિડીયોમાં ધારાસભ્ય હર્ષદભાઇ રિબડીયા એવું કહી રહ્યા છે કે,મારા પુત્રનાં લગ્નમાં વર્તમાન ગુજરાત સરકારના મંત્રીઓ-ધારાસભ્યો-વરિષ્ઠ નેતાઓ આવેલા જે એક પરસ્પરના સામાજિક સબંધોનો ભાગ છે,પરંતુ ત્યારથી હું ભાજપમાં જોડાઇ રહ્યાની સતત વાતો ફેલાઇ રહી છે.જે વાતોમાં કોઈ જ દમ નથી.જે વાતો સરેઆમ અફવા જ છે.

ધારાસભ્ય રિબડીયાએ વધુમાં એમ પણ જણાવ્યું હતું કે,અહમદભાઇ પટેલની રાજ્યસભાની ચૂંટણી વખતે જબ્બર પ્રલોભનો અપાયેલા,છતા પણ અમો વશ થયા નહોતા..હું કોંગ્રેસમાં જ છુ અને કોંગ્રેસમાં જ  રહેવાનો છુ,બાકીની બધી વાતો અફવા જ છે તેમ રિબડીયાએ કહ્યાનુ વાયરલ વિડીયોમા હોવાનુ જાણવા મળે છે.

(5:24 pm IST)