Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

ભાવનગરના મહુવામાં બે ઇંચ અને ગારિયાધારમાં એક ઇંચ વરસાદ ખાબક્યો : જેસરમાં ઝાપટા

 ( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર :  ભાવનગર જિલ્લામાં મહુવામાં બે ઇંચ અને ગારીયાધારમાં અડધો ઈંચ વરસાદ પડ્યો છે જ્યારે જેસરમાં છુટો છવાયો વરસાદ પડ્યો છે. ભાવનગર શહેરમાં આજે પણ વરસાદે હાથતાળી દીધી હતી અને વરસાદ પડયો નહોતો.

ભાવનગર જિલ્લામાં આજે સવારના 6 થી સાંજના 6 દરમિયાન  જેસરમાં 7 મી.મી. ,ગારિયાધારમાં 30 મી.મી. અને મહુવામાં 43 મી.મી .વરસાદ નોંધાયો છે.
આજે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 37.4 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27.6 ડિગ્રી નોંધાયું હતું જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 60 ટકા અને પવનની ઝડપ 30 કિ.મી. પ્રતિ કલાકની રહેવા પામી હતી.

(8:18 pm IST)