Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

ધ્રોલમાં આગામી ધાર્મિક તહેવારોને લઈને પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

વેપારીઓ, સામાજીક આગેવાનો, રાજકીય અગ્રણીઓ વિવિધ સમાજના પટેલો સાથે બેઠક યોજીને ચર્ચા વિચારણા કરાઈ

ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે આગામી ધાર્મિક તહેવારોને લઈને જામનગર ગ્રામ્યના ડી.વાય .એસ.પી. જે.એસ. ચાવડાની અધ્યક્ષ સ્થાને ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે વેપારીઓ, સામાજીક આગેવાનો, રાજકીય અગ્રણીઓ વિવિધ સમાજના પટેલો સાથે બેઠક યોજીને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી

આ બેઠકમાં આગામી તહેવારો જેવા કે, બકરી ઈદ તેમજ અષાઢી બીજની શોભાયાત્રાને લઈને ધાર્મિક તહેવારોમાં શાંતિ જળવાઈ રહે તેની ચર્ચા કરવામાં આવી હતી આ ધ્રોલ પી.એસ.આઈ. એમ.આર. સવસેટા, આઈ.બી.ના પોલીસ જમાદાર કનુભાઈ પરમાર તથા તમામ પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહયા હતા

(8:35 pm IST)