Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસે બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત : બે યુવકોના કમકમાટીભર્યા મોત

તકો નાઘેડી ગામના રહીશ : પોલીસે બન્ને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી

જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસે આજે વહેલી સવારે એક અકસ્માતની ઘટનામાં  બે યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાનું સામે આવ્યું છે, ખીજડીયા બાયપાસ બે ટ્રક વચ્ચે  અકસ્માત થયો હતો. બન્ને ટ્રક સામ-સામે અથડાઈ જતા આ અકસ્માત સર્જાયાનું સામે આવે છે, ઘટનામાં બે યુવકોના ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યા હતા, જાણવા મળતી વિગતો મુજબ મૃતકો નાઘેડી ગામના રહીશ હોવાનું સામે આવ્યું છે.પોલીસે બન્ને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

(10:05 am IST)