Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોનાના કારણે બીજે વર્ષે લોકમેળાની રંગત નહી જામે

રાજકોટ, જામનગર, મોરબી, અમરેલી સહિત અનેક સ્થળોએ મહામારીના કારણે માનવ મહેરામણ ન ઉમટે તે માટે નિર્ણય

રાજકોટ, તા.૨૯: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના મહામારીના કારણે સતત બીજા વર્ષે જન્માષ્ટમી પર્વમાં યોજાતા લોકમેળાઓ રદ કરવાનો નિર્ણય લેવાયો છે.

રાજકોટ ઉપરાંત મોરબી, જામનગર અને અમરેલીમાં યોજવામાં આવતા મેળા રદ કરવામાં આવ્યા છે મોરબી નગરપાલિકા તંત્ર દ્વારા ધોળેશ્વર ખાતે દર વર્ષે જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. ગત વર્ષે કોરોનાને કારણે આ લોકમેળો રદ થયો હતો. હવે ફરી આ વર્ષે પણ મેળો રદ કરી દેવામાં આવ્યો છે. નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશ સરૈયાએ જણાવ્યું કે પાલિકા દ્વારા યોજાતો મેળો આ વર્ષે નહિ યોજવામાં આવે. ખાનગી મેળા યોજાઇ શકશે કે નહીં તે સરકાર દ્વારા ગાઇડલાઇન જાહેર થાય તેના પરથી નક્કી થઇ શકશે. જયારે જામનગર મહાપાલિકા દ્વારા બે જગ્યાએ મેળા કરવામાં આવે છે. તેમાં રગંમતિ નદીના કાંઠે અને પ્રદર્શન મેદાનમાં શ્રાવણ મહિના દરમિયાન મેળા કરવામાં આવે છે આ બંને મેળાઓ રદ કરવામાં આવ્યા છે આવી જ રીતે અમરેલીમાં મેળા કરવામાં આવે છે પરંતુ હજુ સુધી મેળાનો કોઇ સડવળાટ નહી થતા રદ થવાના સંકેત મળી રહયા છે જયારે પોરબંદર પાલિકાએ તો ગઇકાલે જ મેળો નહી કરવાની સતાવાર જાહેરાત કરી દીધી છે.

દોઢ વર્ષથી ચાલી રહેલ કોરોના મહામારીને પગલે ગત વર્ષે લોકમેળાનું આયોજન મોકૂફ રાખવામાં આવ્યું હતું તો ચાલુ વર્ષે પણ હજુ કોરોનાને ધ્યાને લઈને સાતમ આઠમ નિમિતે યોજાનાર લોકમેળો રદ કરવામાં આવ્યો છે.

મોરબી નગરપાલિકા તંત્ર દ્વારા દર વર્ષે પવિત્ર શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારો નિમિતે લોક મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે જોકે કોરોના મહામારીને ધ્યાને લઈને ચાલુ વર્ષે પણ મેળાનું આયોજન રદ કરવામાં આવ્યું છે પાલિકાના ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયાએ જણાવ્યું હતું કે પાલિકા તંત્ર દ્વારા આ વર્ષે પણ લોકમેળાનું આયોજન કરવામાં નહિ આવે.

(11:29 am IST)