Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

સુરજકરાડીમાં શિશુમંદિરની બાજુમાં ગેરકાયદે દબાણ દૂર

મીઠાપુર : સુરજકરાડી ગામે શિશુમંદિરની બાજુમાં ગેરકાયદે રીતે દબાણ કરી સરકારી જમીન ખુલી કરવામાં આવી હતી. આ બનાવની વિગત એવી છે કે સુરજકરાડીમાં શિશુમંદિરી પાસે ગજીયા, સિમેન્ટના વેપારી નામે રોહિતકુમાર જેન્તીકુમાર રાયઠઠા ગેરકાયદેસર રીતે સરકારી જમીન વાપરતા હોય કોર્ટ કેસ પણ ચાલુ હતો. ત્યારે ગત તારીખ ૨૮/૭/૨૦૨૧ના રોજ કોર્ટ દ્વારા આ દબાણ તાત્કાલીક હટાવી જગ્યા ખુલ્લી કરવાનો આદેશ નગરપાલિકા ને કરવામાં આવ્યો હતો. તેથી ઓખા નગરપાલિકાની ટીમ અને ઓખા નગરપાલિકા પેટા કચેરી સુરજકરાડી એમ સંયુકત રીતે આ જગ્યાને ખુલ્લી કરવામાં આવી હતી. આ સમયે લોકો ભારે સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને આ કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બની ગયો હતો. આ જગ્યા ખુલ્લી કરાયા બાદ ત્યાં જ એક સાર્વજનિક હોલ બનાવવાની વાત પણ જાણવા મળી રહી છે. જો કે હવે આગળ શું થાશે તે તો જોવાનું જ રહ્યું પરંતુ અચાનક તંત્રના આવા પગલાએ નાના એવા ગામમાં બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. (તસ્વીર-અહેવાલ : દિવ્યેશ જટણીયા, મીઠાપુર)

(11:33 am IST)