Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

જસદણના સોમલપર ગામ પાસે કારમાં દારૂનો જથ્થો પકડાયોઃ પાંચની ધરપકડ

ત્રણ શખ્સો બાઈકમાં દારૂ ભરેલી કારનું પાઈલોટીંગ કરતા'તાઃ દારૂ અને કાર સહિત ૨.૬૭ લાખનો મુદ્દામાલ કબ્જે

રાજકોટ, તા. ૨૮ :. જસદણના સોમલપર ગામ પાસે કારમાં દારૂના જથ્થા સાથે નીકળેલ બે શખ્સો અને કારનુ પાઈલોટીંગ કરતા ત્રણ શખ્સો સહિત પાંચને પોલીસે ઝડપી લીધા હતા.

સોમલપર ગામ પાસે કારમાં દારૂની હેરફેર થતી હોવાની બાતમી મળતા જસદણના પી.આઈ. કે.જે. રાણા તથા હેડ કોન્સ. સુરેશભાઈ ગોહેલ સહિતના સ્ટાફે સોમલપર ગામ જવાના રસ્તે વોચ ગોઠવી શંકાસ્પદ હાલતમાં નીકળેલ વેગનઆર કાર નં. જીજે ૦૫ સીએચ ૫૭૦૦ને અટકાવી તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ ૧૩૭ કિં. ૪૭,૯૫૦નો જથ્થો મળી આવતા કારમાં બેઠેલા દલસુખ રમેશભાઈ ભડાણીયા રે. સોમલપર તથા મહેશ લાલજીભાઈ ડેડાણી રે. ભડલીને તેમજ દારૂ ભરેલ કારનું બાઈક ઉપર પાઈલોટીંગ કરતા સંજય વલ્લભભાઈ પરમાર રે. ગઢડીયા, વિમલ નથુભાઈ ડાભી તથા રવિ કરશનભાઈ ડાભી રે. બન્ને કંડોરણા તા. બાબરાને કાર, બે બાઈક અને દારૂ મળી કુલ રૂ. ૨.૬૭ લાખના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. તેમજ આ દારૂનો જથ્થો કયાંથી લાવ્યા હતા ? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:38 am IST)