Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

પ્ર.પાટણ : મુખ્યમંત્રીના શાસનને પાંચ વર્ષ પુર્ણ થતા ઉજવણી

પ્રભાસપાટણ : રાજયમાં માન.મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના શાશનને પાંચ વર્ષ પુર્ણ થતા હોય જે અંતર્ગત જિલ્લા કલેકટરશ્રી રાજદેવસિંહ ગોહીલના અધ્યક્ષસ્થાને સેવાસદન, ઇણાજ ખાતે બેઠક યોજાઇ હતી. જિલ્લામાં તા. ૧લી ઓગષ્ટથી તા. ૯ ઓગષ્ટ સુધી આપણી સરકારના પાંચ વર્ષ અંતર્ગત યોજાનારા જ્ઞાન શકિત દીન, સંવેદના દીન, પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ યોજના, મહિલા સશકિતકરણ દિન, ધરતીપુત્ર સન્માન દિન, યુવા શકિત દિન, ગરીબ ઉત્કર્ષ દિન, શહેરી જન સુખાકારી દિન, વિશ્વ આદીવાસી દિવસ કાર્યક્રમો અંગે જે તે વિભાગના અધિકારીઓ પાસેથી વિગતો મેળવી સમીક્ષા કરી હતી. ઉપરાંત બેઠકમાં કલેકટરશ્રીએ ઉપસ્થિત અધિકારીઓને કાર્યક્રમના સુચારૂ આયોજન માટે માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં અધિક કલેકટર ભાવેશ લીંબાસીયા, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એસ.જે.ખાચર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પલ્લવી બારૈયા, નાયબ કલેકટર ભાવનાબા ઝાલા, પુરવઠા અધિકારી સુશીલ પરમાર, જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.એચ.ભાયા સહિત સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.(તસ્વીર : દેવાભાઇ રાઠોડ)

(11:41 am IST)