Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

જુનાગઢનાં ધંધુસરમાં જુગાર રમતા મહિલા સહીત ૧૦ની ધરપકડઃ ૯.૬૭ લાખનો મુદામાલ જપ્ત

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા., ૨૯:  વંથલી તાબેના ધંધુસર ગામના સામાકાંઠે જુનાગઢ  રોડ તરફની સીમ વિસ્તારમાં આવેલ ઓસમ ફાર્મના મકાનમાં જુગાર રમતા કુલ ૧૦ સ્ત્રી-પુરૂષોને રોકડ રૂ. ૩,૭ર,૨૦૦  તથા અન્ય મુદામાલ સહીત કુલ રૂ. ૯,૬૭,ર૦૦ના મુદામાલ સાથે જુગારનો અખાડો પકડી પાડેલ છે.

પોલીસે મહેશભાઇ રામભાઇ દિવરાણીયા ઉ.વ. ૨૮, રહે ધંધુસર ગામ સામાકાંઠા જુનાગઢ રોડ વાળી સીમ , ચેતન નાગજીભાઇ ધડુક ઉ.વ.૪૧ રહે. જુનાગઢ જોષીપરા ખલીલપુર રોડ રાધા રમણ સોાસાયટી  બ્લોક નં. ૯ ધર્મેશભાઇ પ્રાગજીભાઇ પોશીયા ઉ.વ.૪૧ રહે. જુનાગઢ જોષીપરા શાક માર્કેટ પાસે, કયાડાવાડીની બાજુમાં મકાન, વસીમ ઇકબાલભાઇ ગીરાચ ઉ.વ.૩પ રહે. રાજકોટ દેવપરા, ભવાની ચોક, અંકુર શેરી નં. ૪ના ખુણે , પરસોતમભાઇ રણછોડભાઇ ભાખર ઉ.વ.૪પ રહે. મેંદરડા આહીર સમાજ પાસે પાણીના ટાંકાની બાજુમાં , રણમલ ભીખાભાઇ ઝાલા ઉ.વ.પપ રહે.વધાવી ગામ, રામમંદિર ચોક તા. જુનાગઢ રાકેશ મગનભાઇ ટાટમીયા ઉ.વ.૪૮ રહે. જુનાગઢ ઝાંઝરડા રોડ, કૈલાશ પાર્ક પાસે, રીધ્ધી પાર્ક બ્લોક નં. ૧૦૧ સનવેલી એપા., ઇમરાન આમદભાઇ મંધરા ઉ.વ.૩૦ રહે. જુનાગઢ સુખનાથ ચોક, પીશોરીવાળા શેરી નં. ૬, રણજીત મોહનભાઇ વાઘમેર ઉ.વ.ર૪ રહે. ધંધુસર ગામ એસટી પાટીયા વાડી વિસ્તાર તથા એક મહિલાને ઝડપી પાડેલ છે.

આ કામગીરી જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનીરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવી તેજા વાસમશેટ્ટી ના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ. પોલીસ ઇન્સ્પેકટર એચ.આઇ.ભાટી તથા પો.સ.ઇ. ડી.જી.બડવા  પો.હેડ કોન્સ. શબીરખાન બેલીમ તથા સ્ટાફે કરી હતી.

(12:56 pm IST)