Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

જૂનાગઢમાં ૩.૪૪ લાખના દારૂ સહિતનો મુદ્દામાલ જપ્તઃ ૨ શખ્સો ફરાર

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૨૯ :. સી-ડિવીઝન પોલીસે ગાંધીગ્રામ સિંધી સોસાયટી મેઈન રોડ ઉપરથી દારૂ-કાર સહિત રૂ. ૩.૪૪ લાખનો મુદામાલ જપ્ત કરાયો છે.

આ દરમિયાન વિરા લાખાભાઈ કોડીયાતર રહે. સંજયનગર ગાંધીગ્રામ-જૂનાગઢ, અમિત ભોય રહે. જૂનાગઢ નાસી છૂટયા છે.

આ કામગીરી જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક ડીઆઈજી મનીન્દર પ્રતાપસિંહ પવારની સૂચના તથા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટીની સૂચના અનુસાર પોલીસ સબ ઈન્સ. જે.જે. ગઢવી, સી-ડિવીઝન પો. સ્ટે. તથા હેડ કોન્સ. આર.બી. છેલાણા તથા પો. કોન્સ. આઝાદસિંહ મુળુભાઈ તથા પો. કોન્સ. ચેતનસિંહ તથા પો.કોન્સ. ઈન્દ્રજીતસિંહ રણવિરસિંહ, પો.કોન્સ. દિલીપભાઈ બચુભાઈ તથા ડ્રા. પો.કોન્સ. નાગદાન વાજસુરભાઈ વિગેરેએ કરી હતી.

(12:56 pm IST)