Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

સાવરકુંડલામાં બાઇક સ્લીપ થતા પિતાનું મોત - પુત્રને ઇજા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.ર૯ : સાવરકુંડલા તાલુકાના નેસડી રોડ ગૌશાળા પાસે વલ્લભભાઇ પરસોતમભાઇ તેરૈયા ઉ.વ.૭૦ અને તેના પુત્ર અશોકભાઇ વલ્લભભાઇ તેરૈયા ઉ.વ.પ૦ બાઇક જીજે૦પ એસ.ઝેઙ ૧૩૪૯ લઇને સાવરકુંડલાથી નેસડી જતાં હતા.  ત્યારે પિતા વલ્લભભાઇ પુરઝડપે અને બે ફીકરાઇથી ચલાવી ગાય સાથે અથડાવી બ્રેક મારવા જતાં  સ્લીપ થઇ જતા  પડી જવાથી મોત નીપજાવી પાછળ બેઠેલ પુત્ર અશોકભાઇને ઇજા કર્યાની સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

મોત

વડિયા તાબાના મોટા ઉજળા ગામના પુલ સાથે અનીડા ગામના સંજયભાઇ જયંતીભાઇ માલાણીયાએ પોતાનું બાઇક પુરઝડપે અને બે ફીકરાઇથી પુલ સાથે અથડાવતા ગંભીર ઇજા થતા સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલ જયાં સારવાર દરમિયાન તેમનું મોત નીપયુ હતુ.

ધમકી

સાવરકુંડલામાંઅ ાવેલ એસ.વી.દોશી ગર્લ્સ હાઇસ્કુલના મેદાનમાં વિજય વિનુભાઇ નગવાડીયા તેમજ મુજફર હુસેન મહમદસબીર કાદરી ધો.૧૦ની બોર્ડની રીપીટ પરીક્ષા આપતા પરીક્ષા ખંડમાં પેપર લખવા પ્રશ્ને માથાકુટ થયેલ અને બહાર નીકળી જાહેરમાં બખેડો કરતા લોકરક્ષક જયદિપભાઇ  વાઢેર અને હોમગાર્ડ છુટા પાડવા જતા ગાળો બોલી ફરજમાં રૂકાવટ કરી ધમકી આપ્યાની સાવરકુંડલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ

ધારી તાલુકાના ખીસરી ગામે ત્રંબકપુર ગામના વાડી માલીક રજનીશભાઇ કડવાભાઇ વેકરીયા ઉ.વ.પ૧એ બીજાને વાડી ભાગથી વાવવા આપેલ જે ગડીયા ચાવંડ ગામના વજીર હસનભાઇ રાઠોડ તેમજ ખીસરીના કાના જાગાભાઇ કુડેસાએ વાડીએ બાઇક પર આવીને છરી બતાવી ધમકી આપ્યાની ધારી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

જુગાર

કુંકાવાવ જકાતનાકા પાસે સુળીયા ટીંબા નજીક જાહેરમાં જુગાર રમતા સંજય ગોબરભાઇ ચાવડા, ખેતારામ રામજીભાઇ ધુકકડ સહિત ૬ શખ્સોને પો. કોન્સ. રાજદિપસિંહ ગોહિલે રોકડ રૂ.૧૦,ર૩૦ સાથે ઝડપી પાડયા હતા.

પરિણીતાને ત્રાસ

ગોંડલ તાલુકાના વાસાવડ ગામે રહેતી દક્ષાબેન દિલીપભાઇ ચાવડા ઉ.વ.૩૦ને પતિ દિલીપ ધીરૂભાઇ, સાસુ પ્રભાબેન ધીરૂભાઇ અને સસરા ધીરૂ રણછોડભાઇ ચાવડાએ અવાર નવાર મેણા મારી ત્રાસ આપ્યાની રાજુલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ત્રાસ

સાવરકુંડલા વેગડાવાસ લાખાબાપાની જગ્યા ભુવા રોડ હાલ કરાજાળા રહેતી હેતલબેન સુરેશભાઇ બારૈયાનું પતિ સુરેશ બચુભાઇ બારૈયા અને સાસુ લાભુબેન બચુભાઇ બારૈયાએ કરિયાવર પ્રશ્ને મેણા મારી ત્રાસ આપ્યાની સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

(1:10 pm IST)