Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

ધર્મસતાને કાયદેસરતા મળે તે માટે ગાંધીનગરમાં ૫મી ઓગસ્ટે સંતમિલન

રાજય વ્યવસ્થા અને સમાજ વ્યવસ્થામાં સંતો-મહંતોનું સ્થાન અને ભૂમિકાને લઈ રાષ્ટ્રવંદના મંચ મેદાનેઃ રાષ્ટ્રવંદના મંચના પ્રમુખ ડી. જી. વણઝારા ટંકારા મહર્ષિ દયાનંદ સરસ્વતી સંસ્થાની મુલાકાતે

(હર્ષદરાય કંસ)ટંકારા,તા.૨૯ :  રાજય વ્યવસ્થા અને સમાજ વ્યવસ્થામાં સંતો – મહંતોનું સ્થાન અને ભૂમિકાને લઈ રાષ્ટ્રવંદના મંચ મેદાને આવ્યું છે. આગામી તા. ૫ ઓગસ્ટના રોજ ગાંધીનગર ખાતે સંતમિલન સમારોહનું આયોજન કરાયું છે અને ધર્મસતાને કાયદેસરતા મળે તે માટે ગાંધીનગરથી સંગઠનાત્મક રીતે શરૂઆત કરવામાં આવશે.

તાજેતરમાં રાષ્ટ્રવંદના મંચ ગુજરાત પ્રદેશ પ્રમુખ ડી.જી.વણઝારા ટંકારા મહર્ષિ દયાનંદ સરસ્વતી જન્મભૂમિ સ્થળની મુલાકાતે આવ્યા હતા અને આગામી તા.૫ના રોજ ગાંધીનગર ખાતે યોજાનાર ગુજરાત સંત સમારંભ અંગેનું આમંત્રણ સંસ્થાને આપ્યું હતું.

રાષ્ટ્ર વંદના મંચ ગુજરાત પ્રદેશના નેજા નીચે છેલ્લા એક વર્ષ દરમિયાન આધુનિક ભારતની રાજય વ્યવસ્થા અને સમાજ વ્યવસ્થામાં સંતોનું સ્થાન અને ભૂમિકા એ વિષય પર ગુજરાતમાં ૧૧ અલગ આગ સ્થળોએ સંતમિલન સમારંભોનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં રાજયના સંત મહાત્માઓએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લઈ આ વિષયને મૂર્ત સ્વરૂપ આપવા માટે સંમતિ દર્શાવેલ છે.

૧૯૪૭માં મળેલી આઝાદી પછી, રાજય વ્યવસ્થા અને સમાજ વ્યવસ્થામાં પરિવર્તન આવેલ છે. જેમાં ધર્મસત્ત્।ાને બિનસાંપ્રદાયિકતાના ઓથા નીચે રાજય અને સમાજના મુખ્ય પ્રવાહથી અલગ કરી, પ્રભાવવિહીન કરી દેવામાં આવેલ છે. જેથી રાષ્ટ્ર, સભ્યતા અને સંસ્કૃતિને કયારેય ભરપાઈ ન થઈ શકે તેવું મોટુ નુકશાન થઈ રહ્યું છે.

આ ઘાતક પતિસ્થિતિને ત્વરીત અટકાવી, ગાડીને પુનઃ પાટા ઉપર લાવવી જરૂરી છે. અનાદિ કાળથી ચાલી આવતી ભારતીય પરંપરા પ્રમાણે સંપ્રદ નિરપેક્ષ રાજય વ્યવસ્થા હોઈ શકે પરંતુ ધર્મનિરપેક્ષ રાજય વ્યવસ્થા હોઈ શકે નહીં, સંપ્રદાય અને ધર્મ સંપૂર્ણપણે એકબીજાથી અલગ છે. જે બંધારણની મર્યાદામાં રહી, ધર્મસત્ત્।ાને દેશમાં કાયદેસરનું સ્થાન અને ભૂમિકા મળે તેવા ઉદ્દેશથી ગુજરાતના પરમ આદરણીય સંત મહાત્માઓ ગાંદ્યીનગર મુકામે ગુરુવંદના કાર્યક્રમ યોજાશે. જેમાં સંગઠન માળખાની રચના પણ કરવામાં આવશે.

આ સમારંભમાં ગુજરાતમાં કાર્યરત તમામ સંપ્રદાયો અને પંથના વડાઓ, ગાદીપતિઓ, મહામંડલેશ્વરો, સંતો ઉપરાંત રાજયના પ્રબુધ્ધ નાગરિકો ઉપસ્થિત રહેશે. આ ઐતિહાસિક ઘટનામાં સાક્ષી અને ભાગદાર બની વૈદિક સંસ્કૃતિના ઉત્થાનમાં સક્રિય યોગદાન અને આશીર્વાદ આપવા ટંકારા મહર્ષિ દયાનંદ સરસ્વતી જન્મભૂમિ સંસ્થાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

(1:13 pm IST)