Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

જેતપુરમાં 'લાગણીના વાવેતર' વેબ પેઇજ લોન્ચ કરતા સંતો-મહંતો

(નીતીન વસાણી દ્વારા) નવાગઢ તા. ર૯ :.. પૂર્વ સાંસદ સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાની બીજી પુણ્યતિથી નિમિતે જેતપુરમાં મેગા મેડીકલ કેમ્પ અને રકતદાન કેમ્પ યોજાયો. આ કેમ્પના પ્રારંભે સંતો-મહંતોની ઉપસ્થિતી વચ્ચે સેવા કાર્યોનો પ્રારંભ થયો હતો, અને 'લાગણીના વાવેતર' વેબ પેઇઝ લોન્ચ કરાયું હતું. આ પ્રસંગે જયેશ રાદડિયાએ સર્વેને આવકારી તેમના પિતાશ્રીની પુણ્યતિથી નિમીતે સેવાના કાર્યોમાં જોડાવા બદલ આભારની લાગણી વ્યકત કરી હતી. આ તકે કારખાનેદાર એસો.ના સુપ્રીમો જયંતિ રામોલીયા ખાસ હાજર રહ્યા હતાં.

(1:11 pm IST)