Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

મોરબીના લાલપર ગામે કિશોરીઓ અને ખેડૂત મહિલાઓ માટે તાલીમ, સલાડ ડેકોરેશન હરીફાઈ

મોરબી : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી અને આઇ.સી.ડી.એસ. મોરબીના સંયુકત ઉપક્રમે લાલપર ગામે કિશોરીઓ અને ખેડુત મહિલાઓ માટે  તાલીમ દરમ્યાન કિશોરી દ્રારા સલાડ ડેકોરેશનની હરિફાઇનું પણ આયોજન કરવામાં આવેલ અને દરેક કિશોરીઓને પ્રોત્સાહીત પણ કરવામાં આવેલ હતી. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, મોરબીના હેતલબેન પડસુંબિયા વૈજ્ઞાનીક (ગૃહ વિજ્ઞાન) દ્વારા પોષણકીય આહારનું આયોજન તેનું મહત્વ વિશે સમજણ આપવામાં આવેલ, તેમજ ભાવનાબેન ચારોલા, બાળ વિકાસ યોજના અધિકારી, આઇ.સી.ડી.એસ. વિભાગ, મોરબી દ્રારા દરેક આંગણવાડી ખાતે કિચન ગાર્ડન કઇ રીતે બનાવી શકાય અને આહારમાં વિવિધ શાકભાજી અને ફળોનું મહત્વ પર વાત કરી. આ કાર્યક્રમને સફળ બનાવવા લાલપર ગામમાં આંગણવાડી વર્કર જશુબેન કાવર તથા ધર્મિષ્ઠાબેન રાઠોડએ મહેનત કરેલ. આ ત્તાલીમમાં બહોળી સંખ્યામાં કિશોરીઓ અને ખેડૂત મહિલાઓએ હાજરી આપેલ હતી. આ તાલીમનો મુખ્ય ઉદેશ મહિલાઓમાં પોષણયુકત આહારનો હતો.

(1:11 pm IST)