Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

મોરબીમાં અઢી વર્ષ પૂર્વેના વાહનચોરીના ગુન્હાનો ભેદ ટંકારા પોલીસે ઉકેલી નાખ્યો.

મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં વાહન ચોરીના ગુન્હામાં સંડોવાયેલ ઈસમને ટંકારા પોલીસે ઝડપી લઈને વાહન ચોરીનો અઢી વર્ષ જુના ગુન્હાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે
  મોરબી જીલ્લા એસપી એસ આર ઓડેદરાની સુચના અને ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન કરાયું હોય જેમાં ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ટંકારા પોલીસ મથકમાં ડીટેઈન થયેલ એકટીવા જીજે ૩૬ કે ૦૭૨૭ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાયેલ હોય અને એકટીવા મોટરસાયકલ ડીટેઈન કરેલ તે ચાલક શૈલેશ ઉર્ફે સંજય મોહન પરમાર (ઉ.વ.૨૪) (રહે વીરપર તા ટંકારા વાળા) ની પૂછપરછ કરતા એકટીવા મોટરસાયકલ અંગે કોઈ આધાર પુરાવા ના હોય જેથી ટંકારા પોલીસે અઢી વર્ષ જુના મોરબી સીટી એ ડીવીઝનના વાહન ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો છે

(10:34 pm IST)