Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

મોરબીના પરશુરામ ધામ ખાતે વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરણ કરીને દીકરીના જન્મદિવસની ઉજવણી

બ્રહ્મસમાજના જરૂરિયાતમંદોને ટેબ્લેટ વિતરણ કરીને જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી

મોરબીમાં વસતા ઠાકર પરિવારની લાડકી દીકરીના જન્મદિવસ પ્રસંગે પરિવારે બ્રહ્મસમાજના જરૂરિયાતમંદોને ટેબ્લેટ વિતરણ કરીને જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી

   મોરબીના જયદીપ ભુપતભાઈ ઠાકરની પુત્રી વૃષીકાના જન્મદિવસ પ્રસંગે ઠાકર પરિવાર દ્વારા મોરબીના શ્રી પરશુરામ ધામ ખાતે બ્રહ્મસમાજના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરણ કરવામાં આવ્યું હતું ૧૧ વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરણ કરીને દીકરીના જન્મદિવસની સામાજિક સેવાકાર્યો સાથે ઉજવણી કરી હતી જે પ્રસંગે પરશુરામ ધામના પ્રમુખ ભુપતભાઇ પંડયા, પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ નિરજભાઈ ભટ્ટ સહિતના બ્રહ્મ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

(10:50 pm IST)