Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ગીર મા આજ વહેલી સવાર થી ફરી ધોધમાર : જાંબુર ગીર ની સરસ્વતી નદીના ઘોડાપુરમા સીદી યુવકોના જોખમી ધુબાકા

તાલાળાગીર : ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ગીર મા આજ વહેલી  સવાર થી ફરી ધોધમાર વરસાદ શરૂ થયો છે ગીર જંગલમા પણ વ્યાપક વરસાદ ના કારણે ઘોડાપુર આવ્યા છે.છેલ્લા 25 દિવસથી વરસાદી માહોલ, ખેતીના પાકોને વ્યાપક નુકસાન ની ભીતી સેવાઈ રહી છે. આ મોસમનો કુલ વરસાદ તાલાલા શહેર મા 60 તેમજ ગીર જંગલમા 70 ઇંચ વરસાદ પડી ચુક્યો છે.

ગીર-સોમનાથ જિલ્લાની જાંબુર ગીર ની સરસ્વતી નદીના ઘોડાપુરમા સીદી યુવકોના જોખમી ધુબાકા જોવા મળ્યા હતા.

(10:16 am IST)