Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

વોરાકોટડા સીમમાં જુગાર રમતા ૯ ઝડપાયા એક ફરાર

બાંદરા ગ્રામ પંચાયત સભ્ય પણ પતા ટીચવા બેઠા હતા

ગોંડલ,તા.૨૯ : તાલુકા પોલીસ મથકના નવનિયુકત પીએસઆઇ એમ.જે.પરમાર, હિતુભા વાળા, જીતેન્દ્રસિંહ વાળા તથા વિપુલભાઇ ગુજરાતી સહિતનાઓ એ બાતમીના આધારે કંટોલિયા થી બાદરા જવાના રસ્તે વોરકોટડા ગામની સીમમાં શૈલેષ રવજીભાઈ શીંગાળા ની વાડી એ જુગાર અંગે દરોડો પડ્યો હતો. આ દરોડામાં

જેન્તી મોહનભાઇ મકવાણા, કિરીટ રણછોડભાઈ પરમાર, વિશાલ રણછોડભાઈ ઝાલા, ચંદ્રકાન્ત કાંતિભાઈ વ્યાસ, પ્રવીણ બીજલભાઈ મકવાણા, વિશાલ મગનભાઈ પાડલીયા રહે બાંદ્રા, કિશોર લક્ષમણભાઈ વેકરીયા, કિશોર ઉકાભાઈ રૈયાણી રહે બાદરા તથા નરેન્દ્ર વલ્લભભાઈ રૈયાણી (બાંદ્રા ગ્રામ પંચાયત સદસ્ય) રોકડ રૂ.૩૭૫૧૦ તથા મોબાઈલ ફોન ૮ ,કી.રૂ.૧૧.૦૦૦/- કુલ મળીને રૂ.૪૮૫૧૦નો મુદ્દામાલ ઝડપાયા હતા જયારે શૈલેષ રવજીભાઈ શીંગાળા નાશી ગયો હોય તેને ઝડપવા ચક્રોગતિમાન કર્યા હતા.

(11:14 am IST)