Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

મોરબીમાં કોરોના વોરીયર્સ યુવાનોને બાઇકની ભેટ

મોરબીઃઙ્ગ મોરબીના યુવા અગ્રણી અજયભાઈ લોરિયાએ લોકડાઉનમાં તેની ટીમે કરેલી કામગીરીને આવકારવા અને યુવાનોને પ્રોત્સાહન મળે તેવા હેતુથી ૨૦ બાઈક ભેટ સ્વરૂપે આપ્યા હતા જેમાં અગાઉ અજયભાઈ લોરિયાએ ૧૪ યુવાનોને વાદ્યપર ગામે હીરો હોન્ડા કંપનીના સ્પ્લેન્ડર મોટરસાયકલ ભેટ આપ્યા હતા તે ઉપરાંત વધુ છ યુવાનોને બાઈકની ગીફ્ટ આપવામાં આવી છે મોરબી ખાતે કાર્યક્રમમાં આરએસએસ અગ્રણી ડો. જયંતીભાઈ ભાડેશીયા, પૂર્વ ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, જીલ્લા કલેકટર જે બી પટેલ, અધિક કલેકટર કેતન જોષી તેમજ વાદ્યપર ગામના સરપંચ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.જે મહાનુભાવોના હસ્તે અજયભાઈ લોરિયાની ટીમના યુવાનોને બાઈક ભેટ રૂપે આપવામાં આવ્યા હતા અજયભાઈ લોરિયા કોરોના કાળમાં અત્યાર સુધીમાં કુલ ૭૦ હજારથી વધુ માસ્ક અને ૧૦ હજારથી વધુ સેનેટાઈઝર વિતરણ કરી ચુકયા છે તો અગાઉ તેઓ પુલવામાં શહીદોના પરિવારને રૂબરૂ મળીને લાખોની સહાય પહોંચાડી ચુકયા છે . બાઇક ભેટ આપવામાં આવેલ તે તસ્વીર.

(11:17 am IST)