Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

મે દેખતા હુ મે દેખતા હુ કહી ટીડીઓએ ફોન કટ કર્યો

કોટડાસાંગાણી તાલુકા પંચાયતના અધિકારીઓની આળસના કારણે ગરીબ પરિવારના બાળકો આરટીઆઈ પ્રવેશથી વંચીત રહેશે?

(કલ્પેશભાઈ જાદવ દ્વારા) કોટડાસાંગાણી,તા.૨૯: કોટડાસાંગાણી તાલુકા પંચાયતના અધીકારીઓના અણધડ કામગીરીના કારણે તાલુકાના અનેક ગરીબ પરીવારના વિદ્યાર્થીઓ આવક અને જાતીના દાખલાના અભાવે આરટીઆઈ પ્રવેશ વંચીત રહે તેવી શકયતા સેવાઈ રહી છે.

સ્વાભાવિક રીતે દરેક શ્રીમંત તેમના બાળકોને પ્રાઈવેટ સ્કુલમા અભ્યાસ કરે તેવો આગ્રહ રાખી પોતાના બાળકો ઉચ્ચ અભ્યાસ કરી જીવનમા પોતાના સપના સાકાર કરે તે માટે હજારો રૂપીયા ખર્ચીને પ્રાઈવેટ સ્કુલમા સ્ટડી કરાવતા હોઈ છે. પરંતુ ગરીબ પરીવારના લોકોનુ પોતાના બાળકો પ્રાઈવેટ સ્કુલમાં અભ્યાસ કરે તેવુ સપનુ પોતાની ગરીબીના કારણે એક સપનુજ રહી જતુ હોઈ છે. ત્યારે ગરીબ પરીવારોનુ સપનુ સાકાર બને તે માટે સરકાર કટીબધ્ધ બનીને આરટીઈ યોજના હેઠળ નજીકની પ્રાઈવેટ સ્કુલમા ગરીબ પરીવારના બાળકો વિનામુલ્યે અભ્યાસ કરે તે હેતુ સાથે આ યોજના બનાવતા અનેક ગરીબોના બાળકોને પ્રાઈવેટ સ્કુલમા અભ્યાસ કરવાનુ સપનુ સાકાર થયુ છે.

આ યોજનાના ફોર્મની એપ્લીકેશન ૨૯ તારીખ સુધી ઓનલાઈન હાલ થઈ રહી છે.ત્યારે તેમા આધાર પુરાવામા આવક અને જાતીના દાખલા ફરજીયાત કરાયા છે.ત્યારે બંને દાખલા મેળવવા હાલ કોટડાસાંગાણી તાલુકાના બેતાલીશ ગામના અરજદારો કોટડાસાંગાણી એટીવીટી સેન્ટર ખાતે ભારે ધશારો જોવા મળે છે. એટીવીટીમાથી તુરંત કામગીરી થઈ ત્યાના ઓપરેટરો દ્વારા તાત્કાલિક તાલુકા પંચાયત ખાતે સહી કરાવવા માટે મોકલી આપવામાં આવે છે. પરંતુ તાલુકા પંચાયતના અધિકારીઓ સમયસર દાખલાઓ ચકાશી સહી ન કરતા હોવાની ફરીયાદો ઉઠવા પામી છે.

એક તરફ ધોધમાર વરસાદ વચ્ચે દુરના ત્રીસ ચાલીશ કિલોમીટરથી દાખલા માટે આવતા અરજદારોને સહીના થઈ હોવાથી ધરમધક્કા ખાવા પડે છે.સાથેજ નાના નાના ફોલ્ટ કાઢિ અરજદારો હેરાન કરવાની નીતી હાલ તાલુકા પંચાયતના અધિકારીઓ રાખી રહ્યા છે.તેમા પણ ખાસ કરીને જાતીના દાખલામા ટીડીઓ દ્વારા સમયસર સહી ન કરાતી હોવાથી દાખલાઓ નહી મળતા, ગરીબ પરીવારના બાળકો કયાંક અધીકારીઓની આળશ કહો કે કામગીરી કરવાની ઢિલી નીતીના કારણે પ્રાઈવેટ સ્કુલમા અભ્યાસથી વંચીત રહે તો નવાઈ નહી, હાલતો અનેક અરજદારો દરરોજના વીલા મોઢા કરી જાતીના દાખલામા સહી ન થઈ હોવાથી ગરીબોની હાલત કફોડી બની છે. તાલુકા પંચાયત ખાતે દરરોજના મહીલા તેમજ પુરૂષ અરજદારો હાલતો તાલુકા પંચાયતના ધક્કાઓ ખાતા અને ભુખ્યા તરસ્યા તાલુકા પંચાયતમા દાખલાઓ મેળવવા તડપતા જોવા મહી રહ્યા છે ત્યારે આ અંગે ઉચ્ચ અધિકારીઓ ધ્યાન દોરે તે જરૂરી બન્યુ છે. કોટડાસાંગાણી તાલુકાની છાપ કયાંક પછાત તરીકે લોકોમા ઓળખાઈ છે. તેની પાછળ કયાં ક આવા આળસુ અધિકારીઓ જવાબદાર હોઈ તેવુ લોકોમા ચર્ચાઈ રહ્યુ છે.(૨૫.૩)

''મે દેખતા મે દેખતા હુ'' કહીને ટીડીઓએ ફોન કટ કરી નાખ્યો

એક તરફ અધિકારીઓની આળશના કારણે કયાંક ગરીબોના બાળકો ખાનગી સ્કુલોમા આરટીઆઈ પ્રવેશથી વંચીત રહે તેવી પુરી શકયતા સેવાઈ રહી છે. છતા આ મામલે ટીડીઓ દિપેશ કેડિયાને કોલ કરતા સાહેબ જાણે સરકાર પાસેથી પગાર લીધા વગર કામ કરતા હોઈ તે રીતે યોગ્ય જવાબ આપવાને બદલે મે દેખતા હુ મે દેખતા હુ  કહિ ફોન કટ કરી નાખ્યો હતો. ત્યારે સવાલ એ થાઈ કે સાહેબને આવક જાતીના દાખલામા સહી મામલે ટીડીઓ કક્ષાના અધિકારીને જાણે કશીજ પડી નથી.

(11:20 am IST)