Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જન્મજયતી નિમીતે ઉપલેટામાં પુષ્પાજલી કાર્યક્રમ યોજાયો

(કૃષ્ણકાંત ચોટાઈ દ્રારા) ઉપલેટા, તા.૨૯: ૧૮૯૬માં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીનો જન્મ ચોટીલા મુકામે થયો હતો. ઝવેરચદ મેઘાણી ગ્રેજયુએટ થયા અને એમ.એ.નો અભ્યાસ છોડી નોકરીમા લાગી ગયા. કલકત્તા મુકામે નોકરી દરમ્યાન કવિ રવિન્દ્રનાથ ટાગોર સાથેની મૈત્રીમાથી પ્રભાવીત થઈ રવીન્દ્રનાથ ટાગોરના સાહિત્યનો અનુવાદ ગુજરાતીમાં કરેલ છે. આજનુ પ્રખ્યાત લોકગીત મોર બની થન ગનાટ કરે તે રવિન્દ્રનાથ ટાગોરની કવિતાનું ગુજરાતી અનુવાદ છે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી કવિ, સાહિત્યકાર, પત્રકાર અને રાષ્ટ્રીય મુકિત આદોલનના યોધ્ધા હતા. તેમની કવિતાઓ અર્ને સાહિત્યમાં જનતાની વેદના પીડાઓ રજૂ કરી રાષ્ટ્રીય મુકિત આંદોલનમા તેમનુ સાહિત્ય થકી આંદોલનકારીઓના જોમ જૂસ્સાને રજુ કરી નવયુવાનો ખેડૂતો શ્રમીકો અને મહિલાઓને દેશની આઝાદીમા જોડાવા માટેની પ્રેરણા આપી હતી.

ઉપલેટા દુધ મંડળીના પ્રમુખ ડાયાભાઈ ગજેરાએ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જન્મ દિવસની ઉજવણી પ્રસગે ઉપસ્થિત ખેડૂતો પશુપાલકો અને સહકારી આગેવાનોને સંબોધન કરતા જણાવેલ કે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કાયમી યાદગીરીરૂપે ૧૯૫૮માં ઉપલેટા નગરપાલીકાએ ગુજરાત રાજયમાં પ્રથમ પ્રતીમાં રેલ્વે સ્ટેશન ચોક ઉપલેટામાં સ્થાપીત કરીને ઉપલેટાની જનતાના પ્રગતીશીલ અને વૈચારીકનો ઉત્તમ નમુનો આપેલ છે. આ કાયક્રમનુ સંચાલન મંડળીના મંત્રી દીનેશભાઈ કટારીયા એ કરેલ હતું.

(11:21 am IST)