Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

જામકંડોરણા તાલુકામાં વરસાદથી થયેલ નુકશાન બદલ વળતર ચુકવવા માંગ

ભારતીય કિશાન સંઘ દ્વારા મામલતદારને આવેદન સુપ્રત

જામકંડોરણા તાલુકા ભારતીય કિશાન સંઘ દ્વારા વિવિધ માંગો અંગે જામકંડોરણા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવેલ. (તસ્વીરઃ મનસુખ બાલધા)

(મનસુખ બાલધા દ્વારા) જામકંડોરણા,તા. ૨૯:  તાલુકા. ભારતીય કિશાન સંદ્યના પ્રમુખ વિનોદભાઈ દેશાઈની આગેવાનીમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને ઉદેશીને જામકડોરણા, મામલદારને આવેદનપત્ર પાઠવવામાં આવેલ જેમાં માંગ કરવામાં આવેલ કે છેલ્લા રપ દિવસથી સતત પડી રહેલા વરસાદના લીધે ખેડુતોના ઉભા પાકમાં ભારે નુકશાન થયેલ છે સતત વરસાદથી મગફળી,કપાસ,તુવેર,તલ,મગ જેવા પાકમાં ઉત્પાદન મળી શકે તેમ નથી જેથી ખેડુતોને ખેતી બચાવવા તાત્કાલીક સહાય કે પેકેજ જાહેર કરવાની માંગ કરેલ છે.

આ બાબતમાં વરસાદના ખોટા આંકડા રજુ થાયછે તેની સ્પષ્ટતા કરવી,જે વરસાદ થયો. છે તે સતત વરસી રહેલો છે તેનાથી પાકનું ઉત્પાદન ન મળે કે કેમ તે અંગે ખેતી નિષ્ણાંતોના મંતવ્ય લેવા સતત વરસતા વરસાદથી નદી કાંઠાના ખેતર જે ડુબમાં ગયેલ છે તે જમીનનો તાત્કાલીક સર્વે કરવો અને સહાય ચુકવવી,સતત વરસાદ પડ ેછે તે પાક પાણીમાંજ છે ઉત્પાદન મળે તેમ નથી. તેમની સર્વેની કામગીરીમાં ખેડુતોને વિશ્વાસ નથી તો. તાત્કાલીક રાહત પેકેજ જાહેર કરીને તાત્કાલીક વળતર ચુકવવું, મુખ્યમંત્રી કિશાન સહાય યોજનામાં ફેરફાર કરી ખેડુતોને હાલની જે પાકની નુકશાની થાયછે તેમા સમાવેશ કરવો,ટેકાના ભાવથી ખરીદી પ્રકિયા તાત્કાલીક ચાલુ કરવી ઉત્પાદન થયેલ તમામ ખેતી પાકોના ટેકાના ભાવથી ખરીદી અથવા વેચાણ થાય તે એ.પી.એમ.સી.મા વ્યવસ્થા કરવી,જે જમીનમાં સતત વરસાદથી પાણી ફુટી ગયા છે અને કુવા તથા બોરમાંથી પાણી. સતત ખેતરમાં જાયછે તેવા ખેતરોના સર્વે કરી પાણી નિકાલ માટે યોજના બનાવવી અને તેમાં ખેડુતોને સહાય કરવી, હાલમાં જે જમીન અથવા ખેતરે જવાના રસ્તાનું વરસાદથી થયેલ. નુકશાનને રીપેર કરવા માટે સરકારી જમીનમાંથી માટી અથવા રેતી કે પથ્થરો લઈ જવા માટે ખેડુતોને છુટછાટ આપવી.

જમીન ધોવાણ અથવા ડુબમાં ગયેલ છે તેનો સર્વ કરવા તાત્કાલીક હુકમ કરવા સહિતની માંગ કરવામાં આવેલ છે. માંગણીઓનો ઉકેલ એક મહિનાની અંદર નિકાલ નહી આવેતો  સૌરાષ્ટ્રના ખેડુતોને રાજકોટમાં આશ્ચર્યજનક ઉગ્ર આંદોલનનો રસ્તો અપનાવવો પડશે.

(11:23 am IST)