Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

પાકિસ્તાનના બોંબ દ્વારકા નગરીને ઉડાડી દેવા ફેંકાયેલ પણ 'કૃષ્ણલીલા'થી બચી ગયેલા

દ્વારકાના નગરજનોએ હર્ષોલ્લાસ સાથે મનાવ્યો વિજય દિવસ

વો ભુલી દાસ્તા, વો ફિર યાદ આ ગઇ... ૫૩ વર્ષ અગાઉનો બોમ્બમારો અને ચમત્કારિક બચાવ

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા તા. ૨૯ : દ્વારકાધીશ મંદિર તથા દ્વારકા નગરીને નિશાન બનાવ્યા બાદ પાક સૈન્ય દ્વારા બોમ્બમારાની શરૂઆત થતાં જ કંઇ જાણ્યા વગર ખુશખુશાલ થઇ ગયા હતા અને આવેશમાં આવીને પાકિસ્તાન સરકારને 'દ્વારકા નગરી જલ રહી હૈ'નો સંદેશ પણ આપી દીધો હતો અને તે જ ઘડીએ પાક. સરકારે સમગ્ર વિશ્વને રેડિયોના માધ્યમથી સમાચાર આપ્યા હતા કે ઇન્ડિયા કી (દ્વારકા નગરી કો પાક સૈન્યને બોમ્બાઇટીંગ કરકે જલા દીયા હૈ) પણ પાક. દુશ્મન દેશને કયાં ખબર હતી કે આ ભગવાન કૃષ્ણની નગરી છે.

૫૩ વર્ષ પૂર્વે ભારત - પાકિસ્તાન વચ્ચે ચાલતા ભિષણ યુધ્ધમાં પાક. સૈન્યએ દ્વારકાધીશ મંદિર તથા દ્વારકાનગરીને બોમ્બ મારાથી ઉડાવી દેવા કાળી રાતના પાક. સૈનિકોની ફોજ દ્વારકાના સમુદ્રમાં બોમ્બમારાના શસ્ત્ર સરંજામ સાથે આવી પહોંચી હતી અને દ્વારકા નગરીને ઉડાવી દેવા નિશાન તાકીને રાખેલ.

પાક સૈનિકોની ગણતરીના સમય પ્રમાણે સમુદ્રમાં ભરતી અને ઓટના કારણે પાણીનું અંતર વધીને ચડી ગયું હતું જેથી પાક સૈન્યે કરેલ બોંબમારો દ્વારકાધીશની ધ્વજાજીની બદલે માઇલો દૂર બોમ્બ દ્વારકાની સીમ બહાર આવેલ ખેતરોમાં પડયા હતા અને દ્વારકાધીશ મંદિર તથા નગરીની એક કાંકરી પણ ખડી ન હતી.  આ ઘટનાથી સફાળા જાગી ગયેલા દરેક લોકોના મનમાં ફકત એક શબ્દ હતો દ્વારકાનાથ - દ્વારકાનાથ અને આ મંત્ર થકી દ્વારકાને આંચ આવી ન હતી. બરાબર તે દિવસથી પ્રત્યેક દિવસના પ્રારંભે દ્વારકાવાસીઓ નગરની ઉત્તમ સુવિધા અને સાધન સંપત્તિ અને સુખાકારી ભોગવી રહ્યા છે.  પાકિસ્તાને સમજ્યા - જાણ્યા વગર સંદેશ ફેલાવ્યા : દ્વારકા નગરી જલ રહી હૈ પણ એને કયાં ખબર હતી કે આતો ભગવાન કૃષ્ણની જન્મભૂમિ છે.

દ્વારકામાં ભાદરવા સુદ બારસને વામન દ્વાદ્વશ જયંતિ વિજયોત્સવ તરીકે ઉજવાય છે

પાક. દ્વારા દ્વારકાને ઉડાવવાનું કાવત્રુ નિષ્ફળ જતા

દ્વારકા : સમગ્ર વિશ્વભરમાં પ્રસિધ્ધ દેવ મંદિર ભગવાન શ્રી દ્વારકાધીશજીની નગરી પર ભારતના મુખ્ય દુશ્મન દેશ એવા પાકિસ્તાન દ્વારા સમુદ્ર માર્ગે દ્વારકાના સીમાડામાં ઘુસી આવીને સખ્ત બોંબમારા સાથે દ્વારકાવાસીઓને ધ્રુજાવી દેનાર પાકિસ્તાનના આ કાવત્રાને કુદરતે નાકામ બનાવી દીધો હતો. જેના ભાગરૂપે ભાદરવા સુદ બારસના દિને આજે વામન દ્વાદ્વશ જયંતિ વિજયોત્સવ તરીકે ઉજવવામાં આવ્યો હતો.

(11:24 am IST)