Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

ભુજ વાયુસેનાના લશ્કરી વિમાનોની નીચી ઉડાનથી લોકોમાં ઉચાટ

ભુજ તા. ૨૯ : સરહદે તંગ પરિસ્થિતિ અને ચીન તેમ જ પાકિસ્તાનની જુગલબંધી વચ્ચે દેશમાં પણ ચિંતાનો માહોલ છે.ઙ્ગ

તે દરમ્યાન આજે બપોરે ભુજમાં વાયુસેનાના લશ્કરી વિમાનોની નીચી ઉડાને લોકોમાં ઉચાટ સજર્યો હતો. બપોરે દોઢ થી બે ના સમયગાળા દરમ્યાન છેક નીચે ઉડતા વિમાનોની ઝડપ અને ભારે અવાજે લોકોને થડકાવી મુકયા હતા.ઙ્ગ

જોકે, એક સાથે ત્રણેક વિમાનોની આ નીચી ઉડાનનું કારણ સત્તાવાર કંઈ સ્પષ્ટ નથી થયું, પણ લશ્કરી કવાયત હોઈ શકે છે.

(11:24 am IST)