Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

ભચાઉ પાસે ૧પ લાખનો દારૂ ભરેલ વાહનો કબ્જે

ભુજ તા. ર૯: બોર્ડર રેન્જ આઇ.જી.પી. મોથલીયા સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ, ગાંધીધામ મયુર પાટીલ તરફથી જિલ્લામાં પ્રોહી./જુગારની બદી નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના આપતા એલ.સી.બી.ની ટીમ પ્રોહી./જુગારનાં કેસો શોધવા પ્રયત્નશીલ હતી અને ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન ભચાઉ તાલુકાના કકરવા ગામની સીમમાં કન્ટેઇનરમાંથી નાના વાહનોમાં અંગ્રેજી દારૂનું કટીંગ થઇ રહેલ હોવાની બાતમી આધારે રેઇડ કરી હતી.

જેમાં (૧) અરજણ કરશન કોલી (ર) મનજી કરશન કોલી (૩) હિતેષ કરશન કોલી રહે. ત્રણેય મનફરા, તા. ભચાઉ (૪) કન્ટેઇનર ટ્રકનો ચાલક (પ) વિદેશી દારૂનો જથ્થો મોકલનાર વિગેરે કોઇ મળ્યા ન હતા પણ ભારતીય બનાવટનો વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલો નંગ-૪ર૯૮ કિ. રૂ. ૧પ,૦૪,૩૦૦/- બીયરનાં ટીન નંગ-૪૪ કિં. રૂ. ૪૪૦૦/- કન્ટેઇનર ટ્રક નં. એચ.આર-૩૮-કયુ-૮૬૭૭ કિં. રૂ. ૧૦,૦૦,૦૦૦/- બોલેરો પીકઅપ નં. જીજે-૧પ-ઝેડ-પ૯૮૪ કિં. રૂ. ર,૦૦,૦૦૦/- કુલ કિં. રૂ. ર૭,૦૮,૭૦૦/-નો મુદામાલ કબ્જે કરાયો હતો.

(11:25 am IST)