Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

ગોંડલનો રહેમાનશા ૪ કિલો ગાંજાના જથ્થા સાથે પકડાયો

આર્થીક તંગી દુર કરવા રાજકોટના જંગલેશ્વરમાંથી દિનેશ પાસેથી ગાંજો વેચવા માટે લાવ્યો'ને રૂરલ એસઓજીના પીઆઇ અજયસિંહની ટીમે દબોચી લીધો

તસ્વીરમાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ શખ્સ (નીચે બેઠેલા) સાથે રૂરલ એસઓજીનો કાફલો નજરે પડે છે.

રાજકોટ તા. ર૯ :.. ગોંડલમાં ગાંજાના જથ્થાનું વેચાણ કરવા નીકળેલ ફકીર શખ્સને રૂરલ એસઓજીની ટીમે ૪.૧ કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધો હતો. ડ્રાઇવરનો વ્યવસાય કરતા ફકીર શખ્સે આર્થીક તંગી દુર કરવા રાજકોટથી ગાંજો વેચવા માટે લાવ્યો'તોને અને પોલીસે દબોચી લીધો હતો.

પ્રાપ્ય વિગતો મુજબ ગોંડલમાં વોરાકોટડા રોડ ઉપર ચીસ્તીયા મસ્જીદ પાસે રહેતો રહેમાનશા ઉર્ફે બાઠીયાબાપુ મહમદશા શાહમદાર ગાંજો વેચતો હોવાની રૂરલ એસઓજીના હેડ કો. જયવીરસિંહ રાણા, ધર્મેન્દ્રભાઇ ચાવડા તથા પો. કો. રણજીતભાઇ ધાંધલને બાતમી મળતા રૂરલ એસ. પી. બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ રૂરલ એસઓજીના ઓફીસ પાસે વોચ ગોઠવી બાઇક ઉપર ગાંજાના જથ્થાનું વેચાણ કરવા નિકળેલ રહેમાનશા શાહમદારને ગાંજાનો જથ્થો ૪ કિલો ૧૦૦ ગ્રામ કિ. ૪૧,૦૦૦ બાઇક તથા મોબાઇલ મળી કુલ રૂ. ૭૬,૦૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ પકડાયેલ રહેમાનશા ડ્રાઇવીંગનો ધંધો કરે છે અને આર્થીક ભીંસમાં આવી જતા રાજકોટના જંગલેશ્વરમાંથી દિનેશ નામના શખ્સ પાસેથી ગાંજાનો જથ્થો લાવી વેચાણ કરતો હતો ત્યાં જ પોલીસની ઝપટે ચડી ગયો હતો. અને ગોંડલમાં ર૦૦ થી પ૦૦ રૂ.માં ગાંજાની પડીકી વેચતો હતો. પકડાયેલ રહેમાનશાનો ગોંડલ પોલીસના હવાલે કરાયો હતો.

આ કાર્યવાહીમાં રૂરલ એસ. ઓ. જી.ના એ. એસ. આઇ. ઉપેન્દ્રસિંહ જાડેજા, પરવેઝભાઇ સમા, અમીતભાઇ કનેરીયા, વિજયગીરી ગોસ્વામી તથા સાહીલભાઇ ખોખર સહિતનો સ્ટાફ જોડાયો હતો.

(11:25 am IST)