Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

૩૬૦ વર્ષ પહેલા દરબારશ્રી વિકા ખાચરબાપુ દ્વારા બાંધવામાં આવેલો કિલ્લો અભ્યારણની શોભામાં વધારો કરે છે

(વિજય વસાણી દ્વારા) આટકોટ,તા. ૨૯: જસદણ -વિંછીયા સ્ટેટ હાઇવેને અડીને જ આવેલો અભ્યારણમાં હિંગોળગઢ નામનાં નાનકડા ડુંગરા ઉપર જસદણના પ્રથમ રાજવી શ્રી વિકા ખાચરબાપુ દ્વારા બાંધવામાં આવેલો કિલ્લો સૌ કોઇનું ધ્યાન ખેંચી અભ્યારણની શોભામાં ચાર ચાંદ લગાવી રહ્યો છે.

આ અંગેની માહિતી આપતા જસદણ દરબાર અને ગાયકવાડ સરકારના જમાઇ શ્રી સત્યજીત કુમાર ખાચરે જણાવ્યું હતું કે, ઇસ. ૧૬૬૦માં જસદણના પ્રથમ રાજવી અને જેમના દ્વારા જસદણ રાજ્યની સ્થાપના થઇ તેવા શ્રી વિકા ખાચર બાપુ દ્વારા કિલ્લો બાંધવામાં આવ્યો હતો.

રાજવીનો કિલ્લો બાંધવાનો હેતુ એ હતો કે એ વખતે નાના-નાના રજવાડાઓ વચ્ચે અવાર-નવાર લડાઇઓ થતી રહેતી હોય લડાઇના સમયે રાજ્યના પ્રજાજનોની રક્ષા માટે આ કિલ્લો બાંધવામાં આવ્યો હતો.

લડાઇ સમયે પ્રજાજનો કિલ્લામાં જતા રહેતા હતા. જ્યારે અનાજ -પાણીની સુવિધા કાયમ રાખવામાં આવતી હતી.

કિલ્લો બનાવવામાં આવ્યો ત્યારે ઉંચી દિવાલો અને જુજ રૂમો, રસોઇ ઘર અને અશ્વરઘર હતું.

૧૮૦૪માં ગાયકવાડ સરકારના મિલ્ટ્રી ઓફિસર અંગ્રેજ કર્નલ વોરકરને ગાયકવાડ સરકારે કાઠીયાવાડ મોકલ્યા. એ વખતે કાઠીયાવાડમાં ૩૨ રજવાડા હતા. તે બધાની હદ-દીશા નકિક કરી દેતા લડાઇઓ બંધ થઇ.

ત્યારબાદના જસદણના રાજવીઓ દ્વારા સમયાંતરે કિલ્લામાં અનેક સુધારા કરી મહેલા બનાવી દીધો. જે આજે અભ્યારપણની શોભામાં વૃધ્ધિ કરે છે.

હિંગોળગઢ અભ્યારણ તરીકે ઓળખાતી આ જમીન ઉંચી-નીચી, બંજર જેવી હોય તેમાં માત્ર ખડજ ઉગતુ હતું. પરંતુ જસદણનાં દરબાર શ્રી દ્વિતિય આલા ખાચરબાપુએ ૧૮૨૦ થી  ૧૮૩૦ ની વચ્ચે દર ચોમાસે માણસો દ્વારા અભ્યારણમાં જુદી-જુદી વનસ્પિતીના બી વવડાવી અભ્યારણને હરીયાળુ બનાવવા પ્રયાસો કર્યા.

આ બધી વનસ્પિતનો ઉછેર થાય તે માટે એ વખતે જસદણ સ્ટેટે આજુ બાજુનાં સાત ગામોમાં કોઇએ બકરી ન રાખવા ફરમાન કરેલું.

જેથી વનસ્પિતનો ઉછેર યોગ્ય રીતે થાય ! જો બકરી હોય તો એ વનસ્પિ ખાય જાય ! આમ તો તે બંજર અને નીર ઉપજાવ જમીન હોય તેને મોતીસરની વીડી કહેવાતી હતી.

જસદણ દરબાર શ્રી સત્યજીતકુમાર ખાચરના જણાવ્યા મુજબ ૧૮૭૩માં રાજ્ય સરકાર દ્વારા પ્રાઇવેટ ફોરેસ્ટ એબોલીશન નામનો કાયદો બહાર પાડવામાં આવ્યો અને મોતીસરની આ વીડી મારા દાદાશ્રી દ્વારા ઝાડ અને બીજી વનસ્પિતના બી વાવી ઉભુ કરવામાં આવેલ. અભ્યારણ રાજ્ય સરકારને સોંપી દેવું પડ્યું. જો મારા દાદાશ્રીએ જાણે દેખરેખ રાખી વનસ્પતિન વાવી હોત તો એ માત્ર વીડી હોત અને એની માલિકી પણ અમારી હોત.

તેમણે અંતમાં જણાવ્યું હતું કે, આખીર રાજવી ધર્મ લેવામાં નહીં દેવામાં હોય અમે આજે પણ અભ્યારણ જોઇને અમારા દાદાબાપુશ્રીને યાદ કરીએ છીએ.

૩૬૦ વર્ષ પહેલા ડુંગરની નીચે થીજ બેલા કાઢી  બનાવવામાં આવેલો આ કિલ્લો આજે પણ અકબંધ છે.

(11:26 am IST)