Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

ઓખા બંદરે વ્હેલ શાર્ક માછલીના આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી

(દિવ્યેશ જટણીયા દ્વારા) મીઠાપુર તા. ર૯: વિશ્વની સૌથી મોટી માછલી વ્હેલ શાર્ક વિલુપ્ત થવાને આરે આવેલી પ્રજાતિ છે જેના સંરક્ષણ માટે દુનિયાભરમાં કામ કરતા લોકો ઇન્ટરનેશનલ વ્હેલ શાર્ક દિવસની ઉજવણી કરવા એકમંચ પર આવ્યા હતા. આખી દુનિયામાં ૩૦ ઓગસ્ટના રોજ ઇન્ટરનેશનલ વ્હેલ શાર્ક દિવસની ઉજવણી થશે. વ્હેલ શાર્કના સરક્ષણ માટે કામ કરવાની શરૂઆત કર્યાના ૧૬ વર્ષ બાદ વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા અને એના પાર્ટનર ટાટા કેમિકલ્સ લીમીટેડે દરિયાકિનારે વસતા માછીમારી સમુદાય અને ગુજરાત વન વિભાગ સાથે મળીને વ્હેલ શાર્કના સંરક્ષણ માટે ઘણી કામગીરી કરી છે. વ્હેલ શાર્ક એ એક ભલી દરિયાઇ માછલી છે. ભારતમાં વાઘ, સિંહ અને હાથી જેટલું સંરક્ષણ મેળવનારી આ પ્રથમ માછલીની જાત છે. ગુજરાતમાં વ્હેલ શાર્કનો શિકાર મોટી સંખ્યામાં થતો હતો જેણે વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાને વર્ષ ર૦૦૪માં ટાટા કેમિકલ્સ સાથે મળીને અભિયાન શરૂ કરવાની પ્રેરણા આપી હતી.

જે માટે લોકપ્રિય આધ્યાત્મિક આગેવાન શ્રી મોરારિબાપુના સંદેશે અનેક લોકોના હૃદય જીતી લીધા છે અને શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. વળી દર વર્ષે ટી.સી.એસ.આર.ડી. વ્હેલ શાકર્શ્રના વિશાળ મોડલનું પ્રદર્શન કરે છે. જેથી દરેકનું ધ્યાન આ અતિ મહત્વપૂર્ણ બાબત પર ખેંચાય અને શિકારીઓ સંરક્ષક બંને સંરક્ષણ પ્રોજેકટ સાથે સંબંધિત વિવિધ પ્રવૃતિઓને પરિણામે વર્ષ ર૦૦૪ થી વર્ષ ર૦ર૦ વચ્ચે માછીમારો ૭૮૦ થી વધારે વ્હેલ શાર્કને સ્વૈચ્છિક રીતે છોડી મુકે છે. ગુજરાત સરકારે મહાકાય વ્હેલ શાર્ક અને બેબી શાકર્શ્રને બચાવવાની પ્રક્રિયામાં નુકશાન થયેલી જાળીઓ માટે માછીમારોને વળતર આપીને તેમના આ ઉમદા કાર્યને પ્રોત્સાહન આપ્યું છે. આ પ્રવૃતિઓને પરિણામે વ્હેલ શાર્કના સેટેલાઇટ ટેગિંગ રસપ્રદ અભ્યાશે આ ભલે મહાકાય માછલી વિષે ઉપયોગી માહિતી આપી હતી. જેમ કે આખા દરિયામાં આ માછલી કેટલું અંતર કાપે છે એટલે તેની માઇગ્રેટરી સીસ્ટમ, ગુજરાતના દરિયાકિનારે નવજાત વ્હેલ શાર્ક માછલી દેખાવી જે આ દરિયાકિનારાઓના પાણીમાં વ્હેલ શાકર્શ્રના ઉછેરનો સંકેત આપે છે.

ટાટા કેમિકલ્સ લીમીટેડના સીએસઆરચીફ અને સસ્ટેઇનેબીલીટી ઓફીસર શ્રીમતી અલકા તલવારે કહ્યું હતું કે વ્હેલ શાર્ક ડે ના ભાગરૂપે આ ભલી મહાકાય માછલીને બચાવવાના સંરક્ષણના પ્રયાસ એ ફરી આપણને યાદ અપાવે છે કે જૈવ વિવિધતા આપણા અસ્તિત્વ અને લાંબા ગાળાની સસ્ટેઇનેબીલીટી ના લક્ષ્યાંકો માટે ચાવીરૂપ છે. આગામી પગલા સ્વરૂપે વ્હેલ શાકર્શ્ર સંરક્ષણ ટીમ ભારતમાં દરીયાકીનારો ધરાવતા રાજયોમાં આ સંરશક્ષણ પ્રોગ્રામ આગળ વધારશે. આ ઉત્તમ આશરય માટે આયોજિત સમારંભમાં આઇએફએસ પ્રિન્સીપાલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ અને ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડ, કેરળ શ્રી સુરેન્દ્રકુમાર ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે સંજય શ્રીવાસ્તવ, આઇએફએસચીફ કન્વવેેર્ટરસ ઓફ ફોરેસ્ટ જુનાગઢ ગુજરાત શ્રીમતી અલકા તલવાર, ટાટા કેમિકલ્સ લીમીટેડ અને પ્રોફેસર બી. સી. ચૌધરી, વિવેક મેનન ઓઅન જોડાયા હતા.

આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય વ્હેલ શાકર્શ્ર ડે ની ઉજવણી સાથે પ્રોજેકટ ટીમે સ્થાનિક સ્તરે વિવિધ પ્રવૃતિઓ પણ હાથ ધરી હતી. જેમાં દરિયાકિનારા પર સ્વચ્છતા, શાળાના વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન પેઇન્ટિંગ અને કવીઝ કોમ્પિટિશન સામેલ હતી. આ ઓનલાઇન સ્પર્ધાના વિજેતાઓની જાહેરાત ઓનલાઇન કાર્યક્રમમાં કરવામાં આવી હતી.

(11:27 am IST)