Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

ભાડલા પોલીસે બરવાળા ગામે વાડીમાં જૂગાર રમતા ૬ શખ્સોને ઝડપી લીધા

રાજકોટ તા. ર૯ :.. જસદણના બરવાળા ગામે વાડીમાં ભાડલા પોલીસે રેઇડ કરી જૂગાર રમતા ૬ પતાપ્રેમીઓને ઝડપી લીધા હતાં.

મળતી વિગતો મુજબ બરવાળા ગામે વિપુલ દેવશીભાઇ બાવળીયાની વાડીમાં જાહેરમાં જૂગાર રમાતો હોવાની બાતમી મળતા ભાડલાના પીએસઆઇ એચ. પી. ગઢવી તથા સ્ટાફે રેઇડ કરી જૂગાર રમતા વિપુલ બાવળીયા, ડાયા પોલાભાઇ બાવળીયા, નિતેષ રાઘવભાઇ સાકરીયા, હરસુખ રણછોડભાઇ કુકડીયા, મુકેશ ભીખાભાઇ હાંડા રે. તમામ બરવાળા ગામ તથા ધનજી ભીખાભાઇ હાંડા રે. કુંદણી ગામને રોકડા રૂ. ૧રર૮૦ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતાં.

આ કાર્યવાહીમાં ભાડલાના હેડ કો. અશ્વિનભાઇ માલકીયા, પો. કો. લાલજીભાઇ તલસાણીયા તથા વિજયભાઇ રોજાસરા સહિતનો સ્ટાફ જોડાયો હતો.

(11:28 am IST)