Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

વાંકાનેર પાસે ઇજાગ્રસ્ત અજાણ્યા યુવાનનું મૃત્યુ

વાંકાનેરઃ તા. ર૯ : વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત નં. ૩ર/ર૦ ની નોંધ મુજબ અકસ્માતમાં ઇજા પામેલ વ્યકિતનું મૃત્યુ નિપજેલ છે. પરંતુ તેના વાલીવારસ મળેલ નહોય હાલ તેમની લાશને રાજકોટ સિવિલ હોસ્પિીટલના કોલ્ડ રૂમમાં રાખેલ છે.

મૃતકની ઉમર ૪૦ વર્ષની જણાય છે. તેને ટુંકા વાળ છે તેની દાઢી વધેલ છે તેને શરીર પર દિલમાં અંગ્રેજીમાં ડી.જે. ત્રોફાવેલ છે. તેને લાલકરનો શર્ટ અને જીન્સ પહેરલ જે કોઇને આ મૃતક વિષે માહિતી મળે તો વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ફોન નં.ર૮ર૮રર૦પ૬ ઉપર ફોન કરવો અથવા મો.૯૮રપ૪ ૩૦૦૪૮ ઉપર જાણ કરવી.

(11:31 am IST)