Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

જોડીયા પંથકમાં વરસાદના કારણે જમીનના જળસ્તર ઉંચા આવ્યા

જોડીયા તા. ર૦: દરિયા કાંઠે ધરાવતું જોડીયા. જોડીયાનો દરેક વિસ્તાર ખેતી હોય જેથી ચેકડેમો, તળાવો, કુવા અને બોરમાં ખારૃં પાણી જોવા મળે છે. ભુકંપ બાદ એકાદ વર્ષને બાદ કરતા દરેક ચોમાસા દરમ્યાન ''મેઘરાજા''ના મહેરથી જોડીયાના જમીનમાં મીઠા પાણીના જળસ્તર ઉંચા આવ્યા છે.

ચાલુ વર્ષે જોડીયામાં ''૪૩'' ઇંચ વરસાદ ખાબકતા પ્રથમ વાર જોડીયાના લક્ષ્મીપરા વિસ્તારના ''રામમઢી'' નામક મકાનના ભોંયરો જળસ્તરની જમીનના અંદર પ્રવાહ જોવા મળેલ. મકાન માલીક દ્વારા ઓઇલ એન્જીન દ્વારા પાણીનો નિકાલ કરાયો તે ઉપરાંત જોડીયાના દરબારગઢ પાસે આવેલ એસ.બી.આઇ. બેંકના લોકર રૂમ જમીન સ્તરનું પાણી ભરાયાનો લોકચર્ચા થઇ રહી છે. જમીનથી નવ ફુટ બેંકનું લોકર રૂમ આવેલ છે. બેંક દ્વારા પાણીનો નિકાલ સતતઃ બે દિવસ સુધી કર્મચારી ધંધે લાગ્યા હતા.

ખેતરોના કુવા રિચાર્જ થયા બસો ફુટના કુવામાં જળ સ્તર ઉંચા આવતા કાંઠા સુધી પાણીથી ભરાયા ગયા છે. વ્યાપક વરસાદથી નદી તળાવો અને ચેકડેમના ભુગર્ભમાં મીઠા પાણીનો સુધારો જોવા મળી રહ્યો છે.

(11:33 am IST)