Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

વિધવા સ્ત્રીએ પોતાની સાથે રહેવા દબાણ કરી, રેપ કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા પેઢલાના યુવાનનો આપઘાત

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ર૯ :.. તાલુકાના પેઢલા ગામે રહેતા યુવાનને આજ ગામમાં રહેતી વિધવા મહીલાએ પોતાની સાથે રહેવા દબાણ કરતી હોય અને જો નહી રહે તો ખોટી રીતે રેપ કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા રમેશભાઇ ઉર્ફે બાવ સાપરીયાએ ઝેરી દવા પી જતા સારવાર દરમ્યાન મોત નિપજેલ.

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર તાલુકાના પેઢલા ગામે રહેતા યુવાન રમેશભાઇ ઉર્ફે બાવ ભોવાનભાઇ સાપરીયા (ઉ.ર૭ વાળા ગત તા. ર૩ ના રોજ વિધવા મહીલા મંજૂલાબેન ઉર્ફે ગોનાબેન કે જેની સાથે રમેશભાઇને સબંધ હોય તેના ઘેર રહેતો હોય તેણે ઝેરી દવા પી લીધેલ હોય જેની તેના ભાઇ ખીમજીભાઇએ સારવાર માટે સરકારી હોસ્પીટલ ખસેડેલ જયાંથી વધુ સારવાર માટે જુનાગઢ રીફર કરેલ જયાં તેનું બીજા દિવસે સારવાર દરમ્યાન મોત નિપજેલ.

આ અંગે ખીમજીભાઇને પોતાના ભાઇ રમેશભાઇના મોત અંગે શંકા હોય તપાસ કરતા ગોનબેન વિધવા હોય રમેશભાઇને તેની સાથે રહેવા અવારનવાર દબાણ કરતી હોય અને જો રહેવા નહી આવે તો બળાત્કારના ખોટા કેસમાં સંડોવી દઇશ. ઉપરાંત ગોનાબેનના દિયર કિરીટ પ્રેમજીભાઇ સાપરીયા તેની પત્નિ દયાબેન દિયર પોપટ ઉર્ફે પ્રભાત ત્રણેય મળી માર મારેલ હોય આ લોકોન ત્રાસથી કંટાળી જઇ રમેશભાઇએ દવા પી આત્મહત્યા કરી લીધેલ.

તાલુકા પો. સ્ટે.માં ખીમજીભાઇએ ફરીયાદ નોંધાવતા પોલીસે પોપટ ઉર્ફે પ્રભાત પ્રેમજીભાઇ સાપરીયા, કીરીટ તથા તેના પત્નિ દયાબેન તેમજ મંજૂલાબેન ઉર્ફે ગોનાબેન તમામ વિરૂધ્ધ આઇપીસી ૩૦૬, ૧૧૪, મુજબ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

(12:59 pm IST)