Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

માતાની સારવાર માટે વ્યાજે લીધેલા નાણા પરત કરી દેવા છતાં વધુ પૈસા માંગીને ધમકી

માણાવદરના યુવાનની વ્યાજખોર સહિત ત્રણ સામે ફરીયાદ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ર૯ : માણાવદરના બહારપરામાં રહેતા અને મજુરી કામ કરતા સંજય જેરામભાઇ પંચોલી (ઉ.ર૭) નામના યુવાને તેની માતાની સારવાર માટે પૈસાની જરૂર પડતા તેણે માણાવદરના રઘુવીરપરામાં રહેતો ભરત હાજાભાઇ જાડેજા (કડછા) પાસેથી સાત ટકાના વ્યાજે રૂ. બેલાખ ઉછીના લીધેલ.

નાણાના બદલામાં સંજયે મકાનનો દસ્તાવેજ ગીરો મુકેલ આ પછી યુવાને ભરત જાડેજાને મુદલ તેમજ વ્યાજના દોઢ લાખ ચુકવી દીધા હતા.

આમ છતા ભરતના કહેવાથી જુનાગઢનો અરસી ભાયાભાઇ ઓડેદરાએ ફોન કરી રૂ.૧.૬૦ લાખ વ્યાજના અને દસ્તાવેજના રૂ.૩૦ હજાર તેમજ મુળ રકમ મળી કુલ રૂ.૩.૯૦ લાખની માંગણી કરેલ.

આ બાબતે સંજય જેરામને વિશ્વાસમાંલઇ મકાનની અવેજીમાં આપેલ મકાન મુકત કરવાનું કહેતા આ શખ્સોએ માણાવદરનો દેવા સવાભાઇ ઓડેદરાના નામે મકાનનો ખોટો દરસ્તાવેજ કરી આપી અને વધુ રૂપીયા કઢાવવા માટે સંજય પંચોલીને હેરાન-પરેશાન કરી અને મકાન ખાલી કરવાની ધમકી આપી હોવાની ફરીયાદ યુવકે નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વિશેષ તપાસ પી.એસ.આઇ. પી. વી. ધોકડીયા ચલાવી રહ્યા છે.

(1:00 pm IST)