Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

સુરેન્દ્રનગરમાં રેશનકાર્ડના ૪૩૯ મણ ઘઉં સસ્તામાં ખરીદી ફેકટરીમાં વેચવા જતા ૧૧ વાહનો કબ્જે

વઢવાણ,તા. ૨૯: સુરેન્દ્રનગર એસ.ઓ.જી. પો.ઇન્સ બી.એમ.રાણા તથા પો.સબ.ઇન્સ એસ.બી.સોલંકી એ.એસ.આઇ જી.વી.મસાવા તથા યોગેન્દ્રસિંહ ચુડાસમા તથા ડી.કે. જાડેજા દાજીરાજસિંહ તથા પ્રવિણભાઈ આલ ડાયાલાલ પટેલ તથા અ.હે.કોન મહિપતસિંહ તથા રવિભાઇ તથાઙ્ગ મહિપાલસિંહ યુ.પો.કો પ્રિયંકાબેન તથા વિજયસિંહ વિક્રમભાઈના પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન હકીકત મળેલ કે કેટલાંક ઓટો રીક્ષા તથા છકડો રીક્ષા વાળા ઈસમો ગામડામાંથી ઘરે ઘરે ફરી  રેશન કાર્ડના મફતના ઘઉં સસ્તા ભાવે ખરીદી કરી નવલગઢ ખાતે આવેલ ફેકટરીમાં વેચાણ કરવા જતા હોય તેવી ચોક્કસ બાતમી મળેલ કે આધારે સીતાપુર બસ સ્ટેન્ડ પાસે ધાંગધ્રા સુ.નગર હાઈવે રોડ પર નાકાબંધી કરતા બીલ કે આધાર પુરાવા વગરનો કુલ ૧૧ વાહનો માં ભરવામાં આવેલ ઘઉ કુલ ૪૩૯ મણ જે એક મણના કીમત રૂપીયા ૨૫૦ લેખે ૪૩૯ મણના કુલ કીમત રૂપીયા ૧,૦૯,૭૫૦/- ના રેશન કાર્ડ ધારકોને સરકાર દ્વારા આપવામાં આવેલ સસ્તા ઘઉ વેચાણ લઈ વધુ પૈસા થી કારખાનામાં વેચાણ કરવા જતા હોય કબ્જે કરેલ છે. અને ધાગધ્રા તાલુકા પોસ્ટમાં નોંધ કરાવી કાર્યવાહી હાથ ધરેલ છે.

(1:01 pm IST)