Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

સવારે મેઘો મંડાયો : ખંભાળીયા-૩, દ્વારકા , માંડવી-૧ાા ઇંચ

બે દિ' પોરો ખાધા બાદ ફરી ગઇકાલથી મેઘરાજા રિઝયા : સૌરાષ્ટ્ર-કચ્છમાં ડોળ : માળીયા, મોરબી પોણો ઇંચ : તાલાલાગીરમાં ધોધમાર વરસ્યો : જાબુરની સરસ્વતી નદીમાં ઘોડાપૂર : ભાણવડ-૦ાા ઇંચ, ઉપલેટા-ધોરાજી સહિતમાં ઝાપટા

રાજકોટ, તા. ર૯ : બે દિ' પોરો ખાધા બાદ ફરી ગઇકાલે મેઘરાજાની રીજી ગયા હોય તેમ કયાંક-કયાંક વરસાદ વરસ્યો હતો તો આજે સવારે પણ મેઘરાજાએ અનેક વિસ્તારોમાં મુકામ કર્યો હતો. જેમાં ખંભાળીયા-૩ ઇંચ, દ્વારકા-માંડવી (કચ્છ)-૧ાા ઇંચ, ભાણવડ-૦ાા ઇંચ, માળીયા મીંયાણા, મોરબી-૦ાાા ઇંચ તથા ઉપલેટા-ધોરાજીમાં ઝાપટા વરસ્યા હતા જે છેલ્લા ર૪ કલાકના આંકડા નીચે મુજબ છે.

કચ્છ

અંંજાર

મી.મી.

નખત્રાણા

૧૦

''

મુંદરા

''

માંડવી

૩૬

''

દેવભૂમિ જીલ્લો

ખંભાળીયા

૭૯

મી.મી.

દ્વારકા

૩૬

''

ભાણવડ

૧ર

''

મોરબી જીલ્લો

મોરબી

૧૭

મી.મી.

હળવદ

''

ટંકારા

૪૯

''

માળીયા મી.

રર

''

રાજકોટ જીલ્લો

ઉપલેટા

  ૭

મી.મી.

ધોરાજી

  ર

''

હાલાર

જામનગર

  પ

મી.મી.

કાલાવડ

૧પ

''

ધ્રોલ

  ૪

''

જોડીયા

ર૦

''

લાલપુર

  ર

''

વસઇ

૧૦

''

હડીયાણા

૩૦

''

વાલંભા

૧૦

''

નિકાવા

૧૦

''

શેઠવડાળા

  ર

''

જામવાડી

  પ

''

વાંસજાળીયા

  ૮

''

પરડવા

  પ

''

ડબાસંગ

  ૩

''

ફોફળ ડેમ-

રપ

''

ઉંડ-ર ડેમ

  પ

''

ફુલઝર ડેમ

૧૦

''

ઉંડ-૪ ડેમ

રપ

''

ગીર જીલ્લો

ઉના

  ૭ મી.મી.

 

કોડીનાર

૧૮

''

ગીરગઢડા

ર૬

''

તાલાલા

  પ

''

વેરાવળ

  ૪

''

સુત્રાપાડા

૧પ

''

સીદી યુવકોના જોખમી ધૂબાકા

તાલાળા ગીર : ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ગીરમાં આજ વહેલી સવારથી ફરી ધોધમાર વરસાદ શરૂ થયો છે ગીર જંગલમાં પણ વ્યાપક વરસાદના કારણે ઘોડાપુર આવ્યા છે. છેલ્લા રપ દિવસથી વરસાદી માહોલ થી ખેતીના પાકોને વ્યાપક નુકસાનની ભીતી સેવાઇ રહી છે. મોસમનો કુલ વરસાદ તાલાલા શહેરમાં ૬૦ તેમજ ગીર જંગલમાં ૭૦ ઇંચ પડી ચુકયો છે. જાંબુર ગીરની નદીના ઘોડાપુરમાં સીદી યુવકનોના જોખમી ધુબાકા જોવા મળ્યા હતાં.

દ્વારકા

દ્વારકામાં સવારથી વરસાદ વરસી રહ્યો છે અને સવારે ૧૦ વાગ્યા સુધી બે ઇંચ પાણી પડી ગયું છે આ લખાય છે ત્યારે પણ વરસાદ વરસી રહ્યો છે. અને સિઝનનો કુલ વરસાદ ૪૮ ઇંચ પડી ગયો છે.

ટંકારામાં ૨ ઇંચ વરસાદ

મોરબીના અહેવાલ મુજબ હવામાન વિભાગની આગાહી વચ્ચે મોરબી જીલ્લામાં વરસાદ વરસી રહ્યો છે જેમાં છેલ્લા ૨૪ કલાકમાં ટંકારા ૨ ઇંચ તો મોરબી-માળીયામાં અડધો ઇંચ વરસાદ વરસી ચુકયો છે

મોરબી જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં વરસેલ વરસાદમાં મોરબીમાં ૧૨ એમએમ, હળવદ ૪ એમએમ, ટંકારા ૪૯ એમએમ અને માળિયામાં ૧૩ એમએમ વરસાદ નોંધાયો છે તો ગ્રામ્ય વિસ્તારમાં રાત્રીના ભારે વરસાદ કેટલાક ગામડાઓમાં વરસ્યો હતો જેથી ખેડૂતોને પાક સંપૂર્ણ નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે તો આજે સવારથી મોરબી તાલુકામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને ધીમીધારે વરસાદ શરૂ છે.

(1:05 pm IST)