Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

જુનાગઢ જિલ્લામાં મોસમનો કુલ વરસાદ ૧૩૮.૭૯ ટકા થયો

ઓગસ્ટ મહિનામાંજ પ૦ ઇંચ વરસાદ પડયો

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ર૯ : જુનાગઢ જિલ્લામાં અવિરત મેઘમહેર ચાલુ રહેતા અત્યાર સુધી સીઝનનો ૧૩૮.૭૯ ટકા વરસાદ પડી ચુકયો છે.

જિલ્લામાં છેલ્લા ર૪ કલાક  દરમ્યાન ર૪૩ મી.મી. વરસાદ નોંધાયો હતો આજે પણ વરસાદી માહોલ છે. અને સવારના ૬ થી ૧૦ ના ૪ કલાકમાં માત્ર એકજ મી.મી. વરસાદ માંગરોળ ખાતે નોંધાયો હતો.

જુનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૧ર ૪૬૬ મી.મી.(૪૯૮.૬૪ ઇંચ) એટલે કે ૧૩૮.૭૯ ટકા મેઘ મહેર થઇ છે.

જેમાં કેશોદમાં ૧ર૩૦ મી.મી. (૪૯.ર ઇંચ) જુનાગઢ ૧૧.૯૦ મી.મી. (૪૭.૬ ઇંચ) ભેસણ ૧૧૩૧ મી.મી. (૪પ.ર૪ ઇંચ), મેંદરડા ૧૧૯૦ મી.મી. (૪૭.૬ ઇંચ), માંગરોળ ૧૦૧૬ મી.મી. (૪૦.૬ ૬૪ ઇંચ), માણાવદર ૧૩૦૪ (પર.પ૬ ઇંચ), માળીયા ૧૩પ૧(પ૪ ઇંચ), વંથલી ૧ર૪૭ મી.મી. (૪૯.૮૮ ઇંચ) અને વિસાવદરમાં સૌથી વધુ ૧૬૦૭ મી.મી. (૬૪.ર૮ ઇંચ) વરસાદ થયો છે.

હજુ સીઝન પુરી થવામાં ૧૮ દિવસ બાકી છે આમ છતા જુનાગઢ જિલ્લામાં ઓગસ્ટ માસમાં જ સીઝનનો પ૦ ઇંચ વરસાદ થઇ ચુકયો છે.

ગત વર્ષે નવેમ્બર સુધીમાં એટલે કે સમગ્ર સીઝનનો પપ.ર ઇંચ જ વરસાદ થયો હતો.

જુનાગઢ જિલ્લામાં આ વર્ષે મેઘો વધુ મહેરબાન થયો હોય કેટલાક વિસ્તારોમા અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાયેલ છે.

(1:09 pm IST)