Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

જુનાગઢમાં બિલ્ડર સાથે મારામારી કરવાના ગુન્હાના આરોપીના ૩ દિ'ના રીમાન્ડ મંંજૂર

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ર૯ : જૂનાગઢ રેન્જના ડીઆઇજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા છેલ્લા દસ વર્ષથી વોન્ટેડ પકડાયેલ આરોપી પુંજા દેવરાજ રબારીની દરેક ગુન્હામાં ઝીણવટભરી તપાસ કરવા સૂચના કરવામાં આવેલ.

તા. ૧૬-૩-ર૦૧૬ના રોજ જુનાગઢ મધુરમ વિસ્તારમાં બાંધકામનો વ્યવસાય કરતા બિલ્ડર ફરીયાદી સુરેશભાઇ રવજીભાઇ બજાણીયા રહે. મધુરમ, જુનાગઢ દ્વારા પોતાની સાઇડ ઉપર આવી, આરોપીઓ (૧) પુંજા દેવરાજ (ર) નગા સરમણ (૩) કમલેશ ધોકીયા તથા તેની સાથે અજાણ્યા ત્રણ માણસોએ રૂ.૧,ર૦,૦૦૦ની ચીજવસ્તુઓની ભાંગફોડ કરી, નુકશાન કરી, ફરીયાદીને બ્લોક લખી આપવા તથા મજૂરોને કામ ઉપરથી ભગાડી દેવા ધમકીઓ આપી, માર મારી ગુન્હો કરેલ હતો. આ ગુન્હામાં તપાસ દરમિયાન જે તે વખતે આરોપીઓ (૧) નગા સરમણ રાડા રહે. પાદરિયા અને (ર) કમલેશ પરસોત્તમભાઇ ધોકીયા રહે. જોશીપરા, જુનાગઢની ધરપકડ કરી જેલ હવાલે કરેલ. આરોપીઓની પૂછપરછમાં આરોપી પુંજા દેવરાજ રબારી નાસી ગયેલ અને છેલ્લા ઘણા સમયથી નાસતો ફરતો હતો.

જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સી-ડીવીઝન ઇન્ચાર્જ પીએસઆઇ વી.યુ. સોલંકી તથા સ્ટાફના હે.કો. મેહુલભાઇ, ભગવાનજીભાઇ, રોહિતભાઇ, ચેતનસિંહ સહિતના સ્ટાફની ટીમ દ્વારા આરોપી પુંજા દેવરાજભાઇ રાડા જાતે રબારી રહે. ચાર માળીયા, રવાપર રોડ, મોરબીનો કબ્જો મેળવી પૂછપરછ હાથ ધરતા ઉપરોકત ગુન્હાની કબુલાત કરવામાં અવોલ છે.

જુનાગઢ ડીવીઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જુનાગઢ શહેર સી-ડીવીઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઇ વી.યુ.સોલંકી તથા સ્ટાફના હે.કો. મેહુલભાઇ, ભગવાનજીભાઇ, રોહિતભાઇ, ચેતનસિંહ સહિતના સ્ટાફની ટીમ દ્વારા ખૂન, ખૂનની કોશિશ, મારામારી, પ્રોહીબીશન, ખંડણી, જેવા ગંભીર ગુન્હામાં સંડોવાયેલ આંતર જીલ્લા આરોપી પુંજા દેવરાજ રબારીની કબુલાત આધારે નામદાર કોર્ટમાં રજૂ કરી, દિન ૩ના પોલીસ રીમાન્ડ ઉપર મેળવી આ ગુન્હામાં સંડોવાયેલ આરોપી સાયર ઉર્ફે સમીર મહંમદ શેખ તથા આશરો આપનાર બટુકભાઇ પરસોત્તમભાઇ મકવાણાને પકડી પાડવા માટે જામનગર અને રાજકોટ ખાતે સઘન તપાસ હાથ ધરવામાં આવેલ છે.

(1:09 pm IST)