Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

જામનગરના લાંબાથી ખંભાળીયા જતી એમ્બ્યુલન્સ-સ્વીફટ કાર વચ્ચે અકસ્માત ઇજાગ્રસ્તોને તાકીદે સારવાર માટે ખંભાળીયા ખસેડાયા

બે મહિલા મેડીકલ ઓફીસર ખંભાળીયા મીટીંગમાં હાજરી આપવા જતા'તાને સર્જાયો અકસ્માત : યોગાનું યોગ સ્વીફટ કારમાં પણ મેડીકલ ઓફીસર જ હતા જે અમદાવાદથી દ્વારકા જતા હતા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ર૯ :.. કલ્યાણપુર તાલુકાના હાખેડી પાટીયા  પાસે આજે સવારે લાંબાની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સમાં બે મહિલા મેડીકલ ઓફીસર ખંભાળીયા મીટીંગમાં જતા હતા ત્યારે સ્વીફટ કાર સાથે અકસ્માતની ઘટના બનવા પામી છે.

યોગાનું યોગ એવું બનેલ છે કે સ્વીફટ કારમાં પણ મેડીકલ ઓફીસર મોહનસિંહ પવનસિંહ (ઉ.ર૮) હતા જે અમદાવાદથી દ્વારકા જઇ રહ્યા હતા અને આ અકસ્માત સર્જાયો છે.

અકસ્માત સમયે ત્યાંથી પસાર થતી ૧૦૮ ના મુકેશ બાંભણીયા અને પાયલોટ દેવેન્દ્રભાઇએ સ્વીફટ કારના મેડીકલ ઓફીસરને પોતાની સાથે લઇ જઇને ખંભાળીયા હોસ્પિટલમાં સિફટ કર્યા હતાં.

અને આ એમ્બ્યુલસના અન્ય સ્ટાફ મેમ્બરોને કોઇ પ્રાઇવેટ ગાડીમાં મોકલ્યા હતાં.

લાંબાની એમ્બ્યુલન્સમાં આરોગ્ય કેન્દ્રના સ્ટાફના માણસો ડો. નિલમ સોલંકી (મેડીકલ ઓફીસર) ડો. વિરલ જાદવ લાંબાના મેડીકલ ઓફીસર દેવશીભાઇ (ડ્રાઇવર) તથા ખુશાલભાઇ સવજાણી ખંભાળીયાનો સમાવેશ થયો હતો.

મળતી વિગત મુજબ લાંબાની એમ્બ્યુલન્સના ડ્રાઇવર સિવાય બધાને ઇજા થતા ખંભાળીયા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડેલ છે.

(1:10 pm IST)