Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

કચ્છમાં ફરી ધોધમાર વરસાદ- મુન્દ્રા, માંડવી, નખત્રાણા, નલિયા, અંજાર અને ભુજમાં દે ધનાધન ત્રણથી ચાર ઈંચ

મુન્દ્રામાં મંદિર પર વીજળી પડી, ભુજના હમીરસર તળાવમાં પાણીની આવક શરૂ, હવે મુન્દ્રા, માંડવીમાં પુરનો ભય

(ભુજ) ભારે વરસાદની આગાહી વચ્ચે આજે કચ્છમાં દે ધનાધન વરસાદે મધ્ય કચ્છના અંજારથી શરૂઆત કરીને પશ્ચિમ કચ્છના નખત્રાણા, માંડવી, મુન્દ્રા અને ભુજને પાણી પાણી કરી મુક્યા હતા.

 માત્ર બે થી ત્રણ કલાકમાં જ બપોરે એક વાગ્યા સુધીમાં સરેરાશ ત્રણ થી ચાર ઈંચ જેટલો ધોધમાર વરસાદ પડી ગયો હતો. 

ભુજના હમીરસર તળાવમાં નવું પાણી આવતા હવે હમીરસર ઓગનવાની આશા જાગી છે. તો, મુન્દ્રાના ભુજપુર ગામે અંબાજી માતાના મંદિર ઉપર વીજળી પડતા ઘુમટને નુકસાન થયું હતું.

 જોકે, કોઈ જાનહાનિ નથી. દરમ્યાન, મુન્દ્રા, માંડવીમાં હવે ફરી ભારે વરસાદને કારણે પુરનો ભય ઝળુંબી રહ્યો છે.

(1:36 pm IST)