Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

કોટડાસાંગાણીમાં દેશી પિસ્તોલ સાથે સહેજાદ મોતયાણીને રૂરલ એસઓજીએ ઝડપી લીધો

તસ્વીરમાં હથિયાર સાથે પકડાયેલ શખ્સ (નીચે બેઠેલ) સાથે રૂરલ એસઓજીનો કાફલો નજરે પડે છે.

રાજકોટ,તા. ૨૯: કોટડાસાંગાણીમાં ગેરકાયદે દેશી પિસ્તોલ સાથે એક શખ્સને રૂરલ એસઓજીએ ઝડપી લીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ રૂરલ એસ.ઓજીના પી.આઇ. અજયસિંહ ગોહિલ તથા સ્ટાફ નાઇટ પેટ્રોલીંગમાં હતા. ત્યારે એસઓજીના હેડ કો. જયવીરસિંહ રાણા, ધર્મેન્દ્રભાઇ ચાવડા, તથા રણજીત ધાંધલને મળેલ રાજગઢ તરફ જવાના રસ્તા પાસે દુકાનો પાસે ઉભેલ સહેજાદ રજાકભાઇ મોતીયાણી રે મુળ. કોટડાસાંગાણી હાલ ગોંડલ વોરા કોટડા રોડને દેશી બનાવટની પિસ્તોલ તથા કાર્ટીસ નંગ -૧ સાથે ઝડપી લીધો હતો.

પકડાયેલ સહેજાદ પોલીસ પુછતાછમાં તેને અગાઉ માથાકૂઠ થયેલ હોય પોતાની સલામતી માટે આ પિસ્તોલ રાખ્યાની કબુલાત આપી હતી. પકડાયેલ સહેજાદ અગાઉ મારામારીના ગુન્હામાં પોલીસ ચોપડે ચડી ચૂકયો છે. સહજાદે કોની પાસેથી હથિયાર લીધુ ? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

આ કાર્યવાહીમાં રૂરલ એસ.ઓજીના એ.એસઆઇ ઉપેન્દ્રસિંહ જાડેજા, પરેવેઝભાઇ સમા, અમીતભાઇ કનેરીયા, વિજયગીરી ગોસ્વામી તથા સાહીલભાઇ ખંાખર રોકાયા હતા.

(2:29 pm IST)