Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

કચ્છના અબડાસામાં માત્ર બે કલાકમાં પાંચ ઈંચઃ જળ બંબાકાર

રાજયના ૧૦૦ તાલુકાઓમાં હેત વરસાવતા મેઘરાજાઃ બે થી પાંચ ઈંચ વરસાદ

(જીતેન્દ્ર રૂપારેલીયા) ,વાપીઃ મેઘરાજા આજે સવારથી રાજયના અનેક વિસ્તારો ઉપર હેત વરસાવી રહ્યા છે જેમાં કચ્છના અબડાસામાં માત્ર બે કલાકમાં પાંચ ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાતા સર્વત્ર જળબંબાકાર સ્થિતિ સર્જાઈ છે

ફ્લડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર આજે સવારે છ વાગ્યાથી લઈ બપોરના બે વાગ્યા સુધીમાં નોંધાયેલ મુખ્યત્વે વરસાદમાં અબડાસા ૧૨૪ મી.મી મુન્દ્રા નવમી ની ગણદેવી ૮૩ મીમી, નવસારી ૭૫ મી.મી ,માંગરોળ ૬૩ મીમી, ચીખલી ૬૨ મીમી, જલાલપુર ૫૫ મીમી, માંડવી ૫૨ મીમી અને નખત્રાણા ૫૦ મીમી ભારે વરસાદ નોંધાયેલ છે.

આ ઉપરાંત કામરેજ ૪૪ મી.મી , વાલોડ ૪૩ મિનિટ ડોલવણ અને વલસાડ ૪૦ મી.મી, ખેરગામ ૩૭ મી.મી, બારડોલી ૩૬ મીમી, ધરમપુર ૩૫ મી.મી ,કપરાડા પાંચ ૩૨ મિનિટ પલસાણા અને સુરત સીટી ૩૦મીમી, ભુજ ૨૬ મીમી, ઉમરગામ ૨૬ મીમી, પારડી ૨૩ મીમી, ઉમરપાડા ૨૦ મીમી વરસાદ નોંધાયેલ છે આ ઉપરાંત રાજયના અન્ય ૬૬ તાલુકાઓમાં એક થી ૧૯મી સુધી નો હળવો વરસાદ નોંધાયેલ છે.

(3:30 pm IST)