Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

સાંજે અમરેલીના ધારીના ગીર કાંઠા વિસ્તારમાં વરસાદ : અચાનક વરસાદ પડતા તૈયાર મગફળીના પાકને નુકસાન

ગઢિયા, વિરપુર, નાગધ્રા, નાની ધારી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો : લાઠીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ

અમરેલીઃ ગુજરાતમાંથી ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે પરંતુ જતાં જતાં પણ ખેડૂતોની ચિંતા વધારી રહ્યા છે. આજે સાંજે અમરેલીના ધારીના ગીર કાંઠા વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો જોત જોતમાં ગઢિયા, વિરપુર, નાગધ્રા, નાની ધારી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. અચાનક વરસાદ તૂટી પડતાં તૈયાર થયેલી મગફળીના પાકને પણ નુકસાન પહોંચ્યું હતું.

 

આ ઉપરાંત લાઠીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો. દામનગર શહેર તેમજ આસપાસના દહીંથરા, કાચરડી સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો.

(10:34 pm IST)