Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

કોટડાસાંગાણીના ભાડવા ગામની સીમમાં વીજશોક લાગતા માસુમ ભાઈ-બહેનના મોત : પ્રાંતીય મજુરના પરીવારમાં શોક

ઓરડીમાં પ્રવેશવા માટે લોખંડની જાળી ખોલવા જતા વીજ શોક લાગતા બંને ત્યાંજ ઢળી પડયા

કોટડાસાંગાણીના ભાડવા ગામની સીમમા વીજશોક લાગતા સગાભાઈ બહેનના મોત થતા પર પ્રાંતીય મજુરના પરીવારમાં શોકની લાગણી ફેલાઈ છે.

આ અંગે મળતી વિગત મુજબ તાલુકાના ભાડવા ગામે ધીરજલાલ કાંતીલાલ રૂપાપરાની વાડીમાં ત્રણ વર્ષથી કામ કરતા દાહોદ પંથકના રાજેશભાઈ ગણાવાના બે સંતાનોને વીજશોક લાગતા તેમનુ ઘટના સ્થળે જ મોત નીપજતા પરીવાર પર આભ ફટી પડયુ છે.ભાડવાની સીમમા ધીરજલાલની વાડીમા કામ કરતા રાજેશ ગણાવા તેમના પરીવાર સાથે અહી દાહોદ પંથકથી પેટીયુ રળવા આવ્યા હતા.

રાજેશભાઈ ગણાવા તેમના સાસુ રમતીબેન અને તેની પત્ની કાળીબેન અને મોટી પુત્રી સવારના સમયે વાડીમા મરચા ઉતારવા ગયા હતા. ત્યારે તેમનો દસ વર્ષીય પુત્ર અજીત અને આઠ વર્ષીય પુત્રી ક્રિશ્ના ઓરડી પાસે રમતા હતા તે દરમિયાન ઓરડીમાં પ્રવેશવા માટે લોખંડનો દરવાજો (લોખંડની જાળી)ખોલવા જતા તેમને વીજ શોક લાગતા બંને ત્યાંજ ઢળી પડયા હતા અને મોત નિપજયા હતા.

લોખડની જાળી જે જાળીને અટકવાથી શોક લાગ્યો હતો તે જાળી પરથી જ વીજવાયર પસાર કરવામાં આવ્યો છે અને તેને કારણે શોક લાગ્યો હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે.

(9:47 am IST)