Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

પોરબંદરમાં ડીડીટીનો પુરતો છંટકાવ કરવા કોંગ્રેસ દ્વારા પાલિકામાં રજૂઆત

પોરબંદર તા. ર૯ :.. શહેરમાં મચ્‍છરોના કારણે મેલેરીયા, ડેંગ્‍યુ જેવા રોગચાળાઓ ન ફેલાઇ તે માટે પુરતી ડીડીટી તથા દવાનો છંટકાવ કરવા કોંગ્રેસ અગ્રણી નીતિનભાઇ દવેએ પાલિકાના વહીવટદારને રજૂઆત કરી છે.

કોરોના જેવી મહામારીના સમયમાં પોરબંદર શહેરમાં ચોમાસ બાદ ઘણા નિચાણવાળી જગ્‍યાઓમાં તેમજ ઉંચાણવાળી જગ્‍યાઓમાં ખાડા ખરબામાં પાણીનો જમાવડો થઇ ગયેલ છે. અને તેમાં મેલેરીયા ડેંગ્‍યુ જેવા રોગચાળા ફેલાવતા મચ્‍છરોનો ઉપદ્રવ પણ વધી ગયેલો છે. અને આના કારણે સમગ્ર પોરબંદર શહેરમાં ડેંગ્‍યુ, મેલેરીયા જેવી ગંભીર બીમારીઓ વ્‍યાપક પ્રમાણમાં ફેલાઇ તેવો ભય ઉભો થયેલો છે. આથી આગમચેતીના ભાગરૂપે સમગ્ર શહેરનાં તમામ મુખ્‍ય રસ્‍તાઓ શેરીઓ તેમજ નાની મોટી તમામ ગલીઓમાં સર્વપ્રથમ તાત્‍કાલીક મુખ્‍ય રસ્‍તાઓ, શેરીઓ તેમજ નાની મોટી તમામ ગલીઓમાં સર્વપ્રથમ તાત્‍કાલીક ધોરણે સફાઇ કરી અને વ્‍યાપક પ્રમાણમાં ઉચ્‍ચ ગુણવતા વાળો ડીડીટીનો છંટકાવ કરવામાં આવે અને તેમજ સારી કવોલીટીની જંતુનાશક દવાઓનો પણ છંટકાવ કરવામાં આવે અને ફોગીંગ મશીન વડે પણ દવાનો છૂટકાવ કરવામાં આવે અને શકય હોય તો તમામ પોરબંદરની ગલીઓ અને મુખ્‍ય રસ્‍તાઓ સેનીટાઇઝ કરવા રજૂઆતમાં જણાવેલ છે.

 

(10:08 am IST)